For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

iPhoneના ઉત્પાદનમાં ભારતે ચીનને પછાડયું

06:24 PM Jul 18, 2025 IST | Bhumika
iphoneના ઉત્પાદનમાં ભારતે ચીનને પછાડયું

Advertisement

છ મહિનામાં 2.39 કરોડ આઈફોન બનાવ્યા, 33 લાખ અમેરિકા એકસપોર્ટ થયા

APPLE કંપનીએ ભારતમાં iPhone મેન્યુફેક્ચરિંગમાં એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. માર્કેટ રિસર્ચર કેનાલિસના અહેવાલ મુજબ, વર્ષ 2025માં જાન્યુઆરીથી જૂન મહિનાના સમયગાળા દરમિયાન ભારતમાં 2.39 કરોડ (23.9 મિલિયન) iPhoneનું ઉત્પાદન થયું છે, જે ગયા વર્ષની સમાન અવધિ (1.50 કરોડ યુનિટ)ની સરખામણીમાં આશ્ચર્યજનક 52% જેટલો જંગી વધારો દર્શાવે છે. આ વૃદ્ધિ અમેરિકી ટેરિફના ભય અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ છતાં જોવા મળી છે, જે ભારતમાં આાહયના વધતા વિશ્વાસનું પ્રતિક છે.
રિસર્ચ ફર્મ સાયબરમીડિયા રિસર્ચ અનુસાર, ભારતમાં બનેલા iPhoneની નિકાસ (ભારતથી વિદેશ મોકલાયેલા iPhone) પણ વધીને 2.28 કરોડ (22.88 મિલિયન) યુનિટ સુધી પહોંચી ગઈ છે. આ આંકડો ગત વર્ષની સમાન અવધિની 1.50 કરોડ યુનિટની નિકાસ કરતાં ઘણો વધારે છે. આર્થિક દ્રષ્ટિએ, 2025ના પ્રથમ છ માસિકમાં ભારતમાંથી લગભગ 1.94 લાખ કરોડ રૂૂપિયાના આઈફોનની નિકાસ કરવામાં આવી છે, જે ગત વર્ષના 1.26 લાખ કરોડ રૂૂપિયાના આંકડા કરતાં નોંધપાત્ર વૃદ્ધિ સૂચવે છે.

Advertisement

ખાસ કરીને, અમેરિકામાં નિકાસના મામલે ભારતે ચીનને પણ પાછળ છોડી દીધું છે. 2025ના એપ્રિલ મહિનામાં ભારતમાંથી અમેરિકાને 33 લાખ iPhone મોકલવામાં આવ્યા, જ્યારે ચીનથી મોકલાયેલા મોબાઈલની સંખ્યા 9 લાખ રહી. ભારતમાં ઉત્પાદિત iPhoneમાંથી 78% સીધા અમેરિકા મોકલવામાં આવ્યા, જે ગત વર્ષના 53%ના આંકડા કરતાં ઘણો વધુ છે.

ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓનું સુરસુરીયું થયું
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 23 મેના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર આાહયને ખુલ્લી ધમકી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જો આાહય અમેરિકામાં વેચાતા આઈફોનનું ઉત્પાદન ભારત કે અન્ય કોઈ દેશમાં કરશે, તો કંપની પર ઓછામાં ઓછો 25%નો ટેરિફ લગાવવામાં આવશે. ટ્રમ્પે એપલના સીઈઓ ટિમ કુકને પણ સ્પષ્ટપણે કહ્યું હતું કે, અમેરિકામાં વેચાતા આઈફોનનું નિર્માણ અમેરિકામાં જ થવું જોઈએ, અન્ય કોઈ જગ્યાએ નહીં. તેમણે 15 મેના રોજ કતારની રાજધાની દોહામાં એક બિઝનેસ લીડર્સના કાર્યક્રમમાં ટિમ કુક સાથે થયેલી વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, ટિમ, તું મારો મિત્ર છે, તું 500 બિલિયન ડોલર લઈને આવે છે, પણ હવે હું સાંભળું છું કે તું આખા ભારતમાં પ્રોડક્શન કરી રહ્યો છે. હું નથી ઇચ્છતો કે તું ભારતમાં પ્રોડક્શન કર. ઇન્ડિયા પોતાનું ધ્યાન રાખી શકે છે. આ ધમકીઓ છતાં આાહય ભારતમાં પોતાનું ઉત્પાદન વધારી રહ્યું છે પરંતુ તેની ધમકીઓનું સુરસુરીયું થયુ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement