For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટ્રમ્પ સામે ભારત હવે ખુલ્લેઆમ મેદાને

11:08 AM Aug 05, 2025 IST | Bhumika
ટ્રમ્પ સામે ભારત હવે ખુલ્લેઆમ મેદાને

તમે કરો એ લીલા, અમે કરીએ એ છીનાળુ

Advertisement

રશિયા પાસેથી ઓઇલ ખરીદી મામલે વધુ ટેરિફ લાદવાના ટ્રમ્પના નિવેદન પછી વિદેશ મંત્રાલયે અમેરિકા- યુરોપિયન યુનિયન દ્વારા મોસ્કોથી જુદી જુદી આયાતના આંકડા આપી કહ્યું, મુખ્ય અર્થતંત્ર તરીકે રાષ્ટ્રીય હિતમાં જરૂરી પગલાં લઇશું

રશિયા પાસેથી ઓઇલ ખરીદી બદલ વધુ નોંધપાત્ર (સબસેન્શિયલ) ટેરિફ લગાવવાની ટ્રમ્પની ધમકીનો ભારતે હવે જોરદાર જવાબ આપ્યો છે. ભારતે તેને અન્યાયી અને પાયાવિહોણી ગણાવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે ભારતને નિશાન બનાવવું માત્ર ખોટું જ નથી, પરંતુ આ દેશોની પોતાની વાણી અને વર્તન વચ્ચેનો તફાવત પણ ઉજાગર કરે છે.

Advertisement

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે ભારતે રશિયા પાસેથી તેલ આયાત શરૂૂ કરવા માટે બાધ્ય થવું પડ્યું હતું કારણ કે યુક્રેન યુદ્ધ શરૂૂ થયા પછી પરંપરાગત સપ્લાયર્સે તેમનો પુરવઠો યુરોપને મોકલ્યો હતો. અમેરિકાએ પોતે ભારતને આવા પગલાં લેવા માટે પ્રોત્સાહિત કર્યું હતું જેથી વૈશ્વિક ઉર્જા બજાર સ્થિર રહી શકે. તેમણે કહ્યું હતું કે ભારતીય ગ્રાહકોને સસ્તી અને સ્થિર ઉર્જા મળે તે સુનિશ્ચિત કરવા માટે ભારતની આ આયાત જરૂૂરી છે. આ કોઈ વિકલ્પ નથી, પરંતુ વૈશ્વિક બજારની મજબૂરી છે. MEA એ કહ્યું કે આશ્ચર્યજનક વાત એ છે કે જે દેશો ભારતની ટીકા કરી રહ્યા છે તેઓ પોતે પણ રશિયા સાથે વેપાર કરી રહ્યા છે પરંતુ આ તેમના માટે રાષ્ટ્રીય આવશ્યકતા નથી.

ભારતે આંકડાઓ સાથે જણાવ્યું હતું કે ફક્ત 2024માં યુરોપિયન યુનિયન (EU) અને રશિયા વચ્ચે વેપાર 67.5 અબજ યુરો હતો, જ્યારે 2023માં સેવાઓનો વેપાર 17.2 અબજ યુરો સુધી પહોંચ્યો હતો. આ વેપાર તે વર્ષે ભારત અને રશિયા વચ્ચેના કુલ વેપાર કરતા ઘણો વધારે હતો. યુરોપિયન યુનિયને 2024માં રશિયાથી 16.5 મિલિયન ટન LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ)ની આયાત કરી હતી, જે 2022માં 15.21 મિલિયન ટનના અગાઉના રેકોર્ડને પણ વટાવી ગઈ હતી.

MEA પ્રવક્તાએ કહ્યું હતું કે યુરોપ અને રશિયા વચ્ચેનો વેપાર ફક્ત ઊર્જા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં ખાતરો, ખનિજ ઉત્પાદનો, રસાયણો, આયર્ન-સ્ટીલ, મશીનરી અને પરિવહન સાધનોનો સમાવેશ થાય છે. અમેરિકા અંગે ભારતે કહ્યું કે તે રશિયાથી પરમાણુ ઊર્જા માટે યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ, તેના ઊટ ઉદ્યોગ માટે પેલેડિયમ, ખાતરો તેમજ રસાયણોની પણ આયાત કરે છે.

વિદેશ મંત્રાલયે ભાર મૂક્યો કે ભારતને નિશાન બનાવવું ગેરકાયદેસર અને ગેરવાજબી છે. ભારત એક મુખ્ય અર્થતંત્ર તરીકે હંમેશા તેના રાષ્ટ્રીય હિત અને આર્થિક સુરક્ષાના રક્ષણ માટે જરૂૂરી પગલાં લેશે.

ભારતીય ચીજો પર વધારાની ટેરિફ લેવાની વધુ એક ધમકી
ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું- ભારત માત્ર રશિયન ઓઇલનો મોટો જથ્થો ખરીદી રહ્યું નથી, પરંતુ ખુલ્લા બજારમાં ખરીદેલું મોટાભાગનું ઓઇલ પણ મોટા નફામાં વેચી રહ્યું છે. તેમને કોઈ પરવા નથી કે રશિયન યુદ્ધ મશીન દ્વારા યુક્રેનમાં કેટલા લોકો માર્યા જઈ રહ્યા છે. તેમણે આગળ કહ્યું- આના કારણે હું ભારત દ્વારા અમેરિકાને ચૂકવવામાં આવતા ટેરિફમાં ભારે વધારો કરીશ. હકીકતમાં, રશિયા-યુક્રેન યુદ્ધને રોકવા માટે ટ્રમ્પે ભારત પર કડક વલણ અપનાવ્યું છે. તે દરરોજ ભારત વિશે કોઈને કોઈ ટિપ્પણી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 30 જુલાઈના રોજ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ભારત 1 ઓગસ્ટથી 25 ટકા ટેરિફ ચૂકવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement