ચીનની દાદાગીરી બંધ કરવા ભારતને "સ્ક્વાડ”માં જોડાવા આમંત્રણ
ફિલિપાઈન્સે ભારતને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી આક્રમકતાનો સામનો કરવા માટે ઉભરતા સંરક્ષણ ગઠબંધન પસ્કવોડથમાં સામેલ થવાની અપીલ કરી છે. આ જોડાણમાં હાલમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને ફિલિપાઈન્સનો સમાવેશ થાય છે. આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે દક્ષિણ ચીન સાગરમાં ચીન અને ફિલિપાઈન્સ વચ્ચે તણાવ ચરમ પર છે. ફિલિપાઈન્સના સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ જનરલ રોમિયો એસ. બ્રાઉડરે આ વાત નવી દિલ્હીમાં આયોજિત રાયસીના ડાયલોગ દરમિયાન કહી હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં તેમણે જણાવ્યું હતું કે, અમે ભારત અને સંભવત: દક્ષિણ કોરિયાનો સમાવેશ કરવા માટે ટીમમાં વિસ્તરણ કરવા માટે જાપાન અને અમારા સહયોગી દેશો સાથે કામ કરવા માંગીએ છીએ.
ભારત સાથેના સહિયારા હિતોનો ઉલ્લેખ કરતા, બ્રાઉડરે કહ્યું કે બંને દેશોના સામાન્ય દુશ્મન છે. તેમનો સંદર્ભ ચીન તરફ હતો.
સ્કવોડ એક અનૌપચારિક લશ્કરી જોડાણ છે જેમાં ચાર દેશો લશ્કરી સહયોગ, ગુપ્ત માહિતીની વહેંચણી અને સંયુક્ત કવાયત પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગયા વર્ષથી, આ દેશોના સંરક્ષણ દળોએ દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઈન્સના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં સંયુક્ત દરિયાઈ પ્રવૃત્તિઓ શરૂૂ કરી છે. જનરલ બ્રાઉડરે કહ્યું કે તેઓ ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણને મળશે, જેમાં તેઓ ભારતને પસ્કવોડથમાં સામેલ કરવા માટે ઔપચારિક પ્રસ્તાવ મૂકશે.