ઝામ્બિયામાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનનું ઉદ્ઘાટન
ઝામ્બિયા (આફ્રિકા)ની રાજધાની લુસાકા ખાતે ચાલી રહેલી વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પવિત્ર કથા પ્રસંગે, વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO) નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઝામ્બિયામાં પ્રથમવાર વૈષ્ણવ સમાજનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો જેમાં વિશાળ સંખ્યામાં યુવાનો જોડાયા અને કથાનાં અમૃતવચનોનો લાભ લીધો.
આ અવસરથી ઝામ્બિયામાં VYOની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો શુભારંભ થવાનો છે, જેમાં દર માસિક સત્સંગ સાથે ભોજન પ્રસાદ, તેમજ બાળકો માટે VYOએજ્યુકેશનલ ક્લાસિસ શરૂૂ થવાના છે. ઝામ્બિયામાં સ્થાપિત થયેલી આ સંસ્થા પુષ્ટિમાર્ગની પ્રથમ સંસ્થા તરીકે ઇતિહાસ રચી રહી છે. આ સાથે જ VYOહવે વિશ્વના 17મા દેશમાં સ્થાપિત થઈ, કુલ 17 દેશોમાં કાર્યરત થયું છે.
સાથે જ VYOઝામ્બિયા માટે ચેરમેન તરીકે પ્રીતેશભાઈ પટેલ તથા પ્રેસિડેન્ટ તરીકે જિગ્નાબેન પટેલ ની નિયુક્તિ કરવામાં આવી છે