ઇમરાનને જેલમાં મફતમાં ખાવાનું નહીં મળે, મજૂરી કરવી પડશે
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન હાલ જેલમાં બંધ છે, ત્યારે હવે તેના પર કડક પ્રતિબંધ અમલમાં મુકાયા છે. ઈમરાન ખાન અને તેમની સરકારમાં વિદેશ મંત્રી રહેલા શાહ મહમૂદ કુરૈશી હાઈ પ્રોફાઈલ કેદી હોવા છતાં જેલ પરિસરમાં સશ્રમ સજા ભોગવવી પડશે. મીડિયામાં આવેલા એક સમાચારમાં આ જાણકારી આપવામાં આવી છે. બંને નેતાઓને વિશેષ અદાલતે 10 વર્ષની જેલની સજા સંભળાવી હતી.આ બંનેને રાવલપિંડીની ઉચ્ચ સુરક્ષાવાળી અડિયાલા જેલમાં બંધ કરવામાં આવ્યા છે, જ્યાં તેમના વિરુદ્ધ કેસ ચાલ્યો હતો.
ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂન અખબારના રિપોર્ટ મુજબ, 71 વર્ષના ખાન અને 67 વર્ષના કુરૈશીને હાઈ પ્રોફાઈલ કેદીઓ ગણાવી અલગ રાખવામાં આવ્યા છે. ઈમરાન ખાન પોતાની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના સંસ્થાપક અધ્યક્ષ છે જ્યારે કુરૈશી પાર્ટીના ઉપાધ્યક્ષ છે. રિપોર્ટ મુજબ બંને નેતાઓ એક ફર્સ્ટ ક્લાસ શ્રેણીની જેલમાં કેદીઓને અપાતી તે સુવિધાઓનો લાભ ઉઠાવે છે જે તેમણે દોષી જાહેર થયા તે પહેલા મળતી હતી. જેમાં વ્યાયામ મશીન પણ સામેલ છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બંનેએ જેલ નિયમાવલી મુજબ બે જોડી જેલ વર્દી આપવામાં આવી છે.જો કે પીટીઆઈના સંસ્થાપક અધ્યક્ષ ઈમરાન ખાન વિરુદ્ધ અન્ય મામલે કેસ ચાલી રહ્યો છે તેથી તેના જેલની વર્દી પહેરવી અનિવાર્ય નથી કરાયું. બંને કેદી લેખિત આદેશ મુજબ જેલ પરિસરમાં મજૂરી પણ કરશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાઈ પ્રોફાઈલ કેદીઓને જેલના કારખાના, રસોઈઘર, હોસ્પિટલ, બગીચામાં સામાન્ય કેદીઓની સાથે ન રાખી શકાય તેથી તેમણે સાચવણીનું કામ કે જેલ પ્રશાસન દ્વારા સોંપવામાં આવતા અન્ય કાર્ય માટે પરિસરમાં રાખવામાં આવશે.