ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગેરકાયદે હજયાત્રા કરનારાને 50,000 રિયાલનો દંડ કરાશે

05:54 PM Feb 26, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

સાઉદી અરેબિયાએ હજ યાત્રા 2024 માટે અહીં રહેતા હજયાત્રીઓ અને લોકોને ચેતવણી આપતા કહ્યું કે જો તમે જરૂૂરી પરવાનગી વગર હજ યાત્રામાં ભાગ લેશો તો તમારે 50 હજાર રિયાલનો દંડ ભરવો પડશે.
આટલું જ નહીં, જો કોઈ હજ યાત્રી દોષી સાબિત થાય છે તો તેના માટે 6 મહિનાની જેલની જોગવાઈ છે અને તેને સાઉદી અરેબિયામાંથી દેશનિકાલ પણ કરી શકાય છે. આ સાથે જ તે વ્યક્તિ પર આગામી 10 વર્ષ માટે દેશમાંથી પ્રતિબંધ લગાવવામાં આવશે.

Advertisement

આના પર ભાર મૂકતા, હજ અને ઉમરાહ મંત્રાલયે કહ્યું કે સાઉદી અરેબિયાના અધિકારીઓએ હજ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ માટે ગંભીર પરિણામો સૂચવ્યા છે.મંત્રાલયનું કહેવું છે કે જરૂૂરી પરમિટ મેળવ્યા વિના હજ કરવી ગેરકાયદેસર છે અને 50 હજાર સાઉદી રિયાલના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય 6 મહિનાની જેલ અને વ્યક્તિને દેશની બહાર ફેંકી દેવામાં આવશે.

મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે જેથી હજ પ્રણાલીને સરળતાથી ચલાવી શકાય. આ જ કારણ છે કે જો કોઈ નિયમોનું ઉલ્લંઘન કરે છે તો કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે.
આ સિવાય જો કોઈ વ્યક્તિ જરૂૂરી પરમિટ વિના શ્રદ્ધાળુઓને લઈ જતો પકડાશે તો તેના પર 50 હજાર સાઉદી રિયાલનો દંડ ફટકારવામાં આવશે.

જો આપણે ભારતીય ચલણમાં આ દંડને જોઈએ તો તે લગભગ 11 લાખ 5 હજાર 73 રૂૂપિયા બરાબર થશે. જો કોઈ વ્યક્તિ આવું કરતો જોવા મળશે તો તેનું નામ મીડિયા ચેનલો દ્વારા જાહેર કરવામાં આવશે.
સાઉદી અરેબિયાના મક્કામાં હજ યાત્રા માટે અરજદારે પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડે છે, ત્યારબાદ તેણે કેટલાક મહત્વપૂર્ણ નિયમોનું પણ પાલન કરવાનું હોય છે. આ વખતે ભારતમાંથી 1 લાખ 40 હજાર 20 શ્રદ્ધાળુઓ હજ યાત્રામાં ભાગ લેશે.

Tags :
HajjSaudi ArabiaSaudi Arabia newsworldWorld News
Advertisement
Advertisement