કોરોના આવી ગયો નહીં તો પહેલી ટર્મમાં જ ભારત પર ટેરિફ ઝીંકી હોત: ટ્રમ્પ
દરરોજ સવાર પડ્યે ટેરિફનો મંત્રજાપ કરતા અમેરિકન પ્રમુખનો નવો ધડાકો
રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકાની ટેરિફ નીતિમાં ધરમૂળથી ફેરફાર કરી રહ્યા છે. આક્રમક વેપાર નીતિ અપનાવતા, ટ્રમ્પે ઘણી વખત કહ્યું છે કે તે કોઈપણ દેશ પર તે જ ટેરિફ લાદશે જે તે દેશ અમેરિકન માલ પર લાદે છે. ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ મેક્સિકો, કેનેડા અને ચીન પર ટેરિફ લાદી દીધા હતા. પરંતુ તેણે મેક્સિકો અને કેનેડાને એક મહિનાનો સમય આપ્યો હતો. આ એક મહિનાનું એક્સટેન્શન પૂરું થવા જઈ રહ્યું છે.
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા. ત્યારબાદ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે ટેરિફને લઈને ચર્ચા થઈ હતી. ભારતે અમેરિકન વ્હિસ્કી જેવા અમેરિકાથી આયાત થતા ઉત્પાદનો પરના ટેરિફમાં ઘટાડો કર્યો હતો. ભારતે સુપર અમેરિકન બાઇક હાર્લી ડેવિડસન પર પણ ટેરિફમાં ઘટાડો કર્યો હતો. ત્યારે એવું લાગતું હતું કે ભારતને ટ્રમ્પની કડક ટેરિફ નીતિથી રાહત મળશે. પરંતુ આવું થતું જણાતું નથી. ટ્રમ્પે ફરી એકવાર ટેરિફનો મુદ્દો ઉઠાવ્યો છે.
એક પત્રકાર પરિષદને સંબોધતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમે ટૂંક સમયમાં પારસ્પરિક ટેરિફ લાદવા જઈ રહ્યા છીએ - તેઓ અમારી પાસેથી ચાર્જ કરે છે, અમે તેમને ચાર્જ કરીશું. પછી તે કોઈ કંપની હોય કે કોઈ દેશ, ચીન અને ભારતની જેમ. અમે ન્યાયી બનવા માંગીએ છીએ તેથી અમેરિકા તે જ ટેરિફ લાદશે જે ભારત અને ચીન જેવા અન્ય દેશો અમેરિકન માલ પર લાદે છે. અમેરિકી રાષ્ટ્રપતિએ એ પણ ખુલાસો કર્યો કે તેઓ તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન ભારત પર પારસ્પરિક ટેરિફ લાદવા માંગતા હતા,
પરંતુ ત્યાં સુધીમાં કોરોના રોગચાળો આવી ગયો હતો. તેમણે કહ્યું, અમે આવું ક્યારેય કર્યું નથી. કોવિડ રોગચાળો આવે તે પહેલા અમે આ કરવાની તૈયારી કરી રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે ભારત અમેરિકાને સ્ટીલ, એલ્યુમિનિયમ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઈલ, જેમ્સ એન્ડ જ્વેલરી અને ઓટો પાર્ટ્સ જેવા ઉત્પાદનોનો મોટો નિકાસકાર છે. જો અમેરિકા ભારતમાંથી આયાત પર વધારે ટેરિફ લાદે છે તો અમેરિકન માર્કેટમાં આ ઉત્પાદનોની કિંમતમાં વધારો થશે જેના કારણે તેમની માંગ ઘટી શકે છે.
નાણાકીય વર્ષ 2023-24માં અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ બજાર હતું, જે કુલ નિકાસમાં લગભગ 17.7% હિસ્સો ધરાવે છે. ટેરિફમાં વધારાને કારણે ભારતીય નિકાસમાં 3-3.5%નો ઘટાડો થવાનો અંદાજ છે. આ ખાસ કરીને યુએસ માર્કેટ પર આધારિત નાના અને મધ્યમ ઉદ્યોગો (જખઊત)ને નુકસાન પહોંચાડી શકે છે.
ટ્રમ્પ ઈફેક્ટ: EVકારની આયાત ડ્યૂટી 110 ટકાથી ઘટાડી માત્ર 15 ટકા કરાશે
વર્ષોથી ભારતીય બજારમાં પ્રવેશવાની રાહ જોઈ રહેલી અમેરિકન ઇલેક્ટ્રિક કાર કંપની ઝયતહફ ઈંક્ષભ. માટે હવે બધું બરાબર ચાલી રહ્યું છે. વાસ્તવમાં, ભારત સરકાર તેની નવી ઇલેક્ટ્રિક વ્હીકલ (ઊટ) નીતિને સૂચિત કરવા માટે તૈયાર છે. તેનો હેતુ આયાત શુલ્ક ઘટાડવાનો અને ટેસ્લા જેવી વૈશ્વિક કંપનીઓને આકર્ષવાનો છે. આ નીતિ હેઠળ, બીજા વર્ષ સુધીમાં લઘુત્તમ રૂૂ. 2,500 કરોડનું ટર્નઓવર જરૂૂરી રહેશે અને રસ ધરાવતા ઉત્પાદકો પાસેથી રૂૂ. 4,150 કરોડનું રોકાણ જરૂૂરી રહેશે. જુલાઈથી ઓગસ્ટ સુધી મંજૂરી પત્રો જારી કરી શકાય છે, આયાતી ઈવી માટે ટૂંક સમયમાં ભારતમાં પ્રવેશની મંજૂરી અપાશે છે. ટેસ્લાને વ્યાપકપણે આ પોલિસીનો મુખ્ય લાભાર્થી માનવામાં આવે છે. અહેવાલો સૂચવે છે કે ટેસ્લા એપ્રિલ 2025 માં 21 થી 22 લાખ રૂૂપિયાની વચ્ચેની કિંમતની સસ્તું EVસાથે ભારતમાં પ્રવેશવાનું આયોજન કરી રહી છે.