For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મને તો ખબર જ નથી: ભારતે અરીસો દેખાડતાં ટ્રમ્પનું ગેંગેંફેંફે

11:16 AM Aug 06, 2025 IST | Bhumika
મને તો ખબર જ નથી  ભારતે અરીસો દેખાડતાં ટ્રમ્પનું ગેંગેંફેંફે

રશિયા પાસેથી અમેરિકા પણ માલ ખરીદતું હોવાના પર્દાફાશ પછી પ્રમુખે કહ્યું, તપાસ કરાવીશ

Advertisement

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય વિદેશ મંત્રાલય ના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા અને યુરોપે રશિયા પાસેથી ઓઈલ આયાત કરવા માટે ભારતને નિશાન બનાવ્યું છે, જ્યારે અમેરિકા પોતે રશિયા પાસેથી યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ, પેલેડિયમ, ખાતરો અને રસાયણોની આયાત કરી રહ્યું છે. આ વાત અંગે ભારતે ફોડ પાડતાં ટ્રમ્પનું મોઢું પડી ગયું અને તેમણે કહ્યું કે , મને તો આ વાતની ખબર જ નહોતી, હું તેની તપાસ કરીશ.

ભારતના વિદેશ મંત્રાલયે મંગળવારે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે યુક્રેન યુદ્ધ શરૂૂ થયા પછી, અમેરિકા અને યુરોપિયન યુનિયને ભારત દ્વારા રશિયા પાસેથી ઓઈલ ખરીદવા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તે સમયે અમેરિકાએ પોતે ભારતને આવી આયાત ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યું હતું જેથી વૈશ્વિક ઊર્જા બજારમાં સ્થિરતા રહે.
ભારતના વિદેશ મંત્રાલયે ટ્રમ્પને અરીસો બતાવ્યો હતો કે અમેરિકાએ તેના પરમાણુ ઉદ્યોગ માટે રશિયા પાસેથી યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ, તેના ઊટ ઉદ્યોગ માટે પેલેડિયમ અને ખાતરો તેમજ રસાયણોની આયાત ચાલુ રાખી છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આવી સ્થિતિમાં ભારતને નિશાન બનાવવું અયોગ્ય અને અવ્યવહારુ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement