ફ્લોરિડા-જ્યોર્જિયામાં હરિકેન હેલને તારાજી સર્જી
12:41 PM Sep 28, 2024 IST | Bhumika
Advertisement
અમેરિકાના ફલોરિડા અને જયોર્જિયા રાજયમાં ભયાનક વાવાઝોડા હરિકેન હેલને તબાહી મચાવી દીધી છે. હજારો મકાનોમાં અંધારપર છવાઇ ગયો છે. અનેક વાહનો પૂરના પાણીમાં ગરકાવ થઇ ગયા છે. રસ્તાઓ અને ઘરમાં પાણી ભરાઇ ગયા છે. મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. મિલકતોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જાનહાનિના પણ અહેવાલો મળી રહ્યા છે.
Advertisement
Advertisement