For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવા વર્ષના પહેલા દિવસે જ અમેરિકા ન્યૂ ઓર્લિયન્સમાં ભયાનક અકસ્માત, ઓવરસ્પીડ ટ્રકે 10 લોકોને કચડી નાખ્યાં

06:27 PM Jan 01, 2025 IST | Bhumika
નવા વર્ષના પહેલા દિવસે જ અમેરિકા ન્યૂ ઓર્લિયન્સમાં ભયાનક અકસ્માત  ઓવરસ્પીડ ટ્રકે 10 લોકોને કચડી નાખ્યાં

Advertisement

દક્ષિણ અમેરિકાના શહેર ન્યૂ ઓર્લિયન્સમાં વર્ષના પહેલાં જ દિવસે ભયાનક અકસ્માત થયો છે. નવા વર્ષના પ્રથમ દિવસે એક ઝડપી પીકઅપ ટ્રક ભીડમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. લુઇસિયાના શહેરમાં લોકપ્રિય પર્યટન સ્થળ ફ્રેન્ચ ક્વાર્ટરમાં બોર્બોન સ્ટ્રીટ પર મોટી ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન ટ્રકે લોકોને કચડી નાખ્યા હતાં. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ડ્રાઈવર ભીડમાં ટ્રકમાંથી બહાર આવ્યો અને ફાયરિંગ શરૂ કર્યું.

મીડિયા અહેવાલો અનુસાર, અધિકારીઓનું કહેવું છે કે લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે બોર્બન સ્ટ્રીટના આંતરછેદ પર પીકઅપ ટ્રક ભીડમાં ઘુસી ગઈ હતી. ન્યૂ ઓર્લિયન્સના પોલીસ પ્રવક્તાએ સીબીએસ ન્યૂઝને જણાવ્યું હતું કે પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે કાર લોકોના જૂથને અથડાઈ શકે છે. ઘાયલો વિશે કોઈ માહિતી નથી પરંતુ કેટલાક લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. લોકોને કેનાલ અને બોર્બોન સ્ટ્રીટના વિસ્તારથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે જ્યાં આ ઘટના બની છે.

Advertisement

પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો અને ઘણી સોશિયલ મીડિયા પોસ્ટ્સ પરથી જાણવા મળ્યું છે કે અકસ્માત ખૂબ જ ભયાનક હતો. અકસ્માત બાદ ઘણા વીડિયો ફૂટેજ અને ફોટોગ્રાફ્સ પણ સામે આવ્યા છે. જેમાં પોલીસના વાહનો અને એમ્બ્યુલન્સ ચારરસ્તાની આસપાસ ઉભેલી જોવા મળી હતી. અધિકારીઓ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે. પોલીસે લોકોને હાલ આ વિસ્તારમાં મુસાફરી કરવાનું ટાળવા કહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement