દક્ષિણ આફ્રિકાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત, 26ને બચાવી લેવાયા
દક્ષિણ આફ્રિકામાં ગેરકાયદેસર ખાણકામ કરનારાઓનું પ્રતિનિધિત્વ કરતા એક જૂથે સોમવારે અહેવાલ આપ્યો હતો કે ખાણમાં કેટલાંક મહિનાઓથી ફસાયા પછી 100 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
આ બંધ ખાણમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ગેરકાયદેસર ખનન કરનારાઓ ફસાયેલા છે. કોલસાની ખાણકામ કરનારાઓ દક્ષિણ આફ્રિકાના ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં એક ખાણની અંદર સ્થિત હતા.
પોલીસે ભૂગર્ભમાં પુરવઠો પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાતા પ્રવેશદ્વારોને બંધ કરી દીધા પછી સ્ટિલફોન્ટીન માઇનશાફ્ટમાં ફસાયેલા ખાણિયાઓને ખોરાક, પાણી અને અન્ય આવશ્યક ચીજોની અછતનો સામનો કરવો પડ્યો હતો. ગેરકાયદે કોલસા ખાણકામ સામે લડવાના દેશના પ્રયાસોના ભાગરૂૂપે તેઓને અગાઉ પુરવઠો નકારવામાં આવ્યો હતો.
માઈનિંગ ઈફેક્ટેડ કોમ્યુનિટીઝ યુનાઈટેડ ઈન એક્શન ગ્રુપ (ખઅઈઞઅ) ના પ્રવક્તા સાબેલો મંગુનીએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે શુક્રવારે બચાવી લેવાયેલા ખાણિયાઓ દ્વારા સપાટી પર લાવવામાં આવેલા સેલફોનમાં પ્લાસ્ટિકમાં લપેટીને ભૂગર્ભમાં ડઝનેક મૃતદેહો દર્શાવવામાં આવેલા બે વીડિયો છે.
મંગુની અનુસાર, દક્ષિણ આફ્રિકાના ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં એક ખાણમાં ઓછામાં ઓછા 100 માણસો મૃત્યુ પામ્યા છે. મંગુનીએ જણાવ્યું હતું કે મૃત્યુ ભૂખમરો અથવા ડિહાઇડ્રેશનને કારણે થયું હોવાની સંભાવના છે, શુક્રવારથી 18 મૃતદેહો બહાર આવ્યા છે.
મંગુનીએ જણાવ્યું હતું કે સમુદાયની આગેવાની હેઠળના પ્રયાસો દરમિયાન શુક્રવારે નવ મૃતદેહો મળી આવ્યા હતા, જ્યારે સત્તાવાળાઓ દ્વારા સત્તાવાર કામગીરીમાં સોમવારે અન્ય નવને પુન:પ્રાપ્ત કરવામાં આવ્યા હતા.
સોમવારના પ્રયત્નો દરમિયાન, 26 બચી ગયેલા લોકોને પણ બચાવી લેવામાં આવ્યા હતા.