ધાનામાં હેલિકોપ્ટર ક્રેશ: 2 મંત્રી સહિત 8નાં મૃત્યુ
કેરેબિયન દેશ ઘાનામાં એક મોટી દુર્ઘટના બની છે. ઘાનામાં હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની ઘટના બની છે. આ અકસ્માતમાં ઘાનાના 2 મંત્રીઓ સહિત 8 લોકોના મોત થયા છે. દુર્ઘટના બાદ સરકારે ઘાનામાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મંત્રીઓમાં ઘાનાના સંરક્ષણ મંત્રી એડવર્ડ ઓમાન બોમાહ અને પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ઈબ્રાહિમ મુર્તલા મુહમ્મદ, 3 અન્ય અધિકારીઓ અને 3 વાયુસેનાના ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે.
દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં ભૂતપૂર્વ મંત્રી ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સંયોજકનો પણ સમાવેશ થાય છે. ઘાનાના નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સંયોજક અને ભૂતપૂર્વ કૃષિ પ્રધાન અલ્હાજી મુનિરુ મોહમ્મદ, શાસક રાષ્ટ્રીય ડેમોક્રેટિક કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ સેમ્યુઅલ સરપોંગનું પણ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. ક્રૂ સભ્યોમાં સ્ક્વોડ્રન લીડર પીટર બાફેમી અનાલા, ફ્લાઈંગ ઓફિસર મેનિન ટ્વુમ-એમ્પાડુ અને સાર્જન્ટ અર્નેસ્ટ એડો મેન્સાહનો સમાવેશ થાય છે.