ગુજરાતની લાડલી સુનિતાનું પૃથ્વી તરફ પ્રયાણ, વિશ્ર્વભરમાં રોમાંચ
11:20 AM Mar 18, 2025 IST
|
Bhumika
Advertisement
આકાશમાં નાસાના ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છેલ્લા 286 દિવસથી ફસાયેલી મૂળ ગુજરાતના જુલાસણ ગામની વતની અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના સાથીદાર બુચવિલ્મોરને સ્પેસ સ્ટેશનમાંથી ફરી પૃથ્વી પર લાવવા માટે અમેરિકન ઉદ્યોગપતિ એલોન મસ્કનું સ્પેસએક્સ ક્રુ-9 આજે ભારતીય સમય પ્રમાણે સવારે 10:15 કલાકે પૃથ્વી તરફ રવાના થયું છે આ યાન 17 કલાકની યાત્રા બાદ આવતીકાલે વહેલી સવારે 3.17 કલાકે અમેરિકામાં ફ્લોરિડાના સમુદ્ર કાંઠે ઉતરાણ કરનાર છે. ત્યારે વિશ્ર્વભરમાં આ અવકાશયાત્રા અંગે ભારે રોમાંચ પ્રવર્તી રહ્યો છે અને સુનિતા સહિતના અવકાશયાત્રીઓ હેમખેમ પૃથ્વી પર પહોંચે તે માટે પ્રાર્થનાઓ થઈ રહી છે.
Advertisement