રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રશિયા બાદ ઓસ્ટ્રિયામાં PM મોદીનું ભવ્ય સ્વાગત, ચાન્સેલરે સેલ્ફી પોસ્ટ કરી

11:14 AM Jul 10, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રશિયાનો પ્રવાસ પૂરો કરીને PM મોદી યુરોપિયન દેશ ઓસ્ટ્રિયા પહોંચ્યા છે. અહીં પણ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યુરોપીયન દેશમાં વડાપ્રધાનનું રેડ કાર્પેટ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રિયાના વિદેશ મંત્રી એલેક્ઝાંડર શૈલેનબર્ગ ખુદ પીએમ મોદીને રિસીવ કરવા એરપોર્ટ પહોંચ્યા હતા.પીએમ મોદીનું સ્વાગત કર્યા બાદ એલેક્ઝાંડર શૈલેનબર્ગે ટ્વિટ કર્યું, ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઓસ્ટ્રિયાની ઐતિહાસિક મુલાકાત પર હાર્દિક સ્વાગત છે.આપણા રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ છે. અમારા દેશો વચ્ચેની ભાગીદારી વૈશ્વિક સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સંયુક્ત પ્રતિબદ્ધતા પર આધારિત છે.

એરપોર્ટથી પીએમ મોદી સીધા ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં હોટેલ રિટ્ઝ-કાર્લટન પહોંચ્યા.અહીં એનઆરઆઈઓએ તેમનું અભિવાદન કર્યું હતું. હોટેલ પહોંચતા જ ઓસ્ટ્રિયાના કલાકારોએ વંદે માતરમ સાથે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું.ચાન્સેલર કાર્લ નેહમરે ઓસ્ટ્રિયા પહોંચેલા પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી સાથે સેલ્ફી પોસ્ટ કરતા તેમણે કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિયેનામાં આપનું સ્વાગત છે. ઑસ્ટ્રિયામાં તમારું સ્વાગત કરવું એ આનંદ અને સન્માનની વાત છે.

ભારત-ઓસ્ટ્રિયાની મિત્રતા મજબૂત છે અને આવનારા સમયમાં તે વધુ મજબૂત બનશે. તમારા ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર. હું અમારી ચર્ચાઓ માટે આતુર છું. આપણા દેશો વૈશ્વિક કલ્યાણ માટે સાથે મળીને કામ કરતા રહેશે.આ વાત 41 વર્ષ પછી છે જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન ઓસ્ટ્રિયાની મુલાકાતે આવ્યા છે. આ પહેલા છેલ્લી મુલાકાત 1983માં થઈ હતી. ત્યારે ઈન્દિરા ગાંધી ભારતીય પીએમ તરીકે ઓસ્ટ્રિયા પહોંચ્યા હતા. ઈન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે 1971માં પ્રથમ વખત ઓસ્ટ્રિયા ગયા હતા. આ પછી, 1980 માં, તત્કાલિન ઓસ્ટ્રિયાના ચાન્સેલર બ્રુનો ક્રેઇસ્કી ભારતની મુલાકાતે આવ્યા હતા. આ પછી 1983માં ઈન્દિરા ગાંધીએ ફરી એકવાર ઑસ્ટ્રિયાની મુલાકાત લીધી, જેના પગલે 1984માં ઑસ્ટ્રિયાના તત્કાલીન ચાન્સેલર ફ્રેડ સિનોવિટ્ઝે ભારતની મુલાકાત લીધી.

1949માં રાજદ્વારી સંબંધોની સ્થાપના બાદ ઓસ્ટ્રિયા પહોંચનાર પ્રથમ વડાપ્રધાનની વાત કરીએ તો જવાહરલાલ નેહરુએ 1955માં પીએમ તરીકે ઓસ્ટ્રિયાની મુલાકાત લીધી હતી. ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચે નેતાઓ, મંત્રીઓ અને સંસદસભ્યોના સ્તરે અવારનવાર મુલાકાતો થતી રહે છે, પરંતુ ભારતમાંથી વડાપ્રધાન સ્તરે આ ત્રીજી મુલાકાત છે.

Tags :
Austriaindiaindia newspm modiworld
Advertisement
Next Article
Advertisement