કેરળની નર્સનો મૃત્યુ દંડ રદ કરાયાની અફવા ફેલાતા સરકારે આપેલો રદિયો
અગાઉ, મધ્યસ્થી કરનારા ગ્રાન્ડ મુફતીના કાર્યાલયે મોતની સજા રદ થઈ હોવાનો દાવો કર્યો હતો
મંત્રાલયે મંગળવારે એવા દાવાઓને નકારી કાઢ્યા હતા કે યમનમાં 2017 માં થયેલા હત્યા કેસમાં દોષિત કેરળની નર્સ નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજા રદ કરવામાં આવી હતી, નિમિષા પ્રિયા કેસ અંગે ચોક્કસ વ્યક્તિઓ દ્વારા શેર કરવામાં આવી રહેલી માહિતી ખોટી છે, એમઈએ સૂત્રોએ જણાવ્યું હતું.
ગઇકાલે, ભારતના ગ્રાન્ડ મુફ્તી કંથાપુરમ એપી અબુબકર મુસલિયારના કાર્યાલયે દાવો કર્યો હતો કે નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજા સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે. નર્સની મૃત્યુદંડની સજા અગાઉ અસ્થાયી રૂૂપે સ્થગિત કરવામાં આવી હતી. નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજા, જે અગાઉ સ્થગિત કરવામાં આવી હતી, તેને રદ કરવામાં આવી છે. સનામાં યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં અગાઉ અસ્થાયી રૂૂપે સ્થગિત કરવામાં આવેલી મૃત્યુદંડની સજાને સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, ગ્રાન્ડ મુફ્તીના કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં આવો દાવો કરાયો હતો.
જોકે, કાર્યાલયે સ્પષ્ટતા કરી કે તેને યેમેની સરકાર તરફથી હજુ સુધી સત્તાવાર લેખિત પુષ્ટિ મળી નથી. નિમિષાની ફાંસી મૂળ 16 જુલાઈના રોજ નક્કી કરવામાં આવી હતી પરંતુ ગ્રાન્ડ મુફ્તી મુસલિયારે યેમેની અધિકારીઓને સીધી અપીલ કર્યા બાદ એક દિવસ પહેલા જ તેને રોકી દેવામાં આવી હતી, જેમાં દયાની વિનંતી કરવામાં આવી હતી.
તેણીના કેસ પર આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચાયું હતું, ખાસ કરીને 2024 ના અંતમાં અને 2025 ની શરૂૂઆતમાં યમનના રાષ્ટ્રપતિ રશાદ અલ-અલીમી અને હુતી નેતા મહદી અલ-મશાતે ફાંસીની મંજૂરી આપ્યા પછી. જોકે, ભારત સરકાર અને ધાર્મિક નેતાઓ દ્વારા સતત રાજદ્વારી હસ્તક્ષેપોને કારણે સજા મુલતવી રાખવામાં આવી હતી.