For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

IMFના ડેપ્યુટી મેનેજિંગ ડિરેકટર પદેથી ગીતા ગોપીનાથનું રાજીનામું

06:04 PM Jul 22, 2025 IST | Bhumika
imfના ડેપ્યુટી મેનેજિંગ ડિરેકટર પદેથી ગીતા ગોપીનાથનું રાજીનામું

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF ) ના પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વિદાય લેતી વખતે ગીતાએ જાહેરાત કરી હતી કે તે ફરીથી હાર્વર્ડ યુનિવર્સિટીમાં જોડાવા માંગે છે. તે યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ફેકલ્ટીનો ભાગ બનવા માંગે છે. IMF એ ગીતાના રાજીનામાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે ગીતા ગોપીનાથના ઉત્તરાધિકારીની જાહેરાત યોગ્ય સમયે કરવામાં આવશે.
ગીતા ગોપીનાથે કોરોના રોગચાળા દરમિયાન વિશ્વને આર્થિક મંદીમાંથી બહાર કાઢવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે વિશ્વને જણાવ્યું હતું કે કોરોના રોગચાળા દરમિયાન રસીકરણના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કેવી રીતે કામ કરવું. ગીતાએ IMF , વિશ્વ બેંક, WTO અને વિશ્વ આરોગ્ય સંગઠન સાથે મળીને બહુપક્ષીય ટાસ્ક ફોર્સ તૈયાર કરી હતી. ગીતાની યોજના અનુસાર, રસી બનાવવાથી લઈને તેના વિતરણ સુધીની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

ગીતા IMF માં નંબર-2 ચેર સંભાળનાર પ્રથમ મહિલા હતી. ગીતા ગોપીનાથ IMF ના ચીફ ઇકોનોમિસ્ટ બનનાર પ્રથમ મહિલા છે. ગીતા નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સ એન્ડ મેક્રોઇકોનોમિક્સ પ્રોગ્રામના સંયુક્ત ડિરેક્ટર હતા. તે ફેડરલ રિઝર્વ બેંક ઓફ બોસ્ટનમાં વિઝિટિંગ સ્કોલર અને ન્યૂ યોર્ક ફેડરલ રિઝર્વ બેંકના ઇકોનોમિક એડવાઇઝરી પેનલના સભ્ય હતા. તેઓ 2016 થી 2018 સુધી કેરળના મુખ્યમંત્રીના આર્થિક સલાહકાર હતા. તેઓ ભારતના નાણા મંત્રાલય માટે જી-20 બાબતો પર સલાહકાર જૂથના સભ્ય હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement