For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેક્સિકોની ડાન્સ પાર્ટીમાં ગેંગવોર: 12 લોકોનાં મોત

11:14 AM Jun 26, 2025 IST | Bhumika
મેક્સિકોની ડાન્સ પાર્ટીમાં ગેંગવોર  12 લોકોનાં મોત

કાર્યક્રમમાં બંદૂકધારીઓના અચાનક ગોળીબારથી અફરાતફરી

Advertisement

મેક્સિકોમાં એક કાર્યક્રમ વચ્ચે લોકો ઉજવણી કરી રહ્યા હતા ત્યારે જ બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબારી કરી દીધાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં 12 લોકો માર્યા ગયા છે. મૃતકોમાં એક સગીર પણ સામેલ છે.
આ ઘટના મેક્સિકોના હિંસાગ્રસ્ત રાજ્ય ગુઆનજુઆટોમાં બની હતી. આ રાજ્યમાં ગેંગવોરની અનેક ઘટનાઓ જોવા મળે છે. મેક્સિકોમાં સ્ટ્રીટ વાયલન્સનો ડરામણો ઈતિહાસ રહ્યો છે. તાજેતરની ઘટના મુજબ ગુઆનજુઆટોના ઈરાપુઆટો શહેરમાં ગોળીબાર ત્યારે કરવામાં આવ્યો હતો જ્યારે સ્થાનિકો સેન્ટ જોન બેપટિસ્ટના સન્માનમાં ડાન્સ કરી રહ્યા હતા અને દારૂૂ પાર્ટી કરી રહ્યા હતા.

ઓનલાઈન શેર કરાયેલા વીડિયોમાં દેખાય છે કે ગોળીબાર શરૂૂ થયા બાદ ગભરાયેલા લોકો વચ્ચે અફરા તફરી મચી ગઈ હતી. ઈરાપુઆટોના એક અધિકારી રોડોલ્ફો ગમેજ સર્વેન્ટ્સે પુષ્ટી કરી હતી કે મૃતકોની સંખ્યા વધીને 12 થઇ ચૂકી છે. જોકે ઘાયલોની સંખ્યા 20 જણાવાઈ રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement