પ્રેમિકા માટે ફૂટબોલ સ્ટારે રાજકુમારીની ઓફર નકારી
સ્પેન અને એફસી બાર્સેલોનાનો યુવા ફૂટબોલ સ્ટાર ગેવી ચર્ચામાં છે પરંતુ આ વખતે, તે તેની ગેમને લઇને નહીં પરંતુ તેની લોયલટીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે ગેવીએ સ્પેનની રાજકુમારી લિયોનોરને નકારી કાઢી હતી, જેના કારણે તે હાલમાં કોને ડેટ કરી રહ્યો છે તે અંગે ભારે ચર્ચા ઉભી થઇ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજકુમારી લિયોનોરે ગાવીમાં ઇન્ટ્રેસ જતાવ્યો હતો, અને તેમની વચ્ચે થોડી મુલાકાતો પણ થઈ હતી. એવું માનવામાં આવે છે કે રાજકુમારી તેને ડેટ કરવા માંગતી હતી, પરંતુ ગાવીએ આ પ્રપોઝલ ઠુકરાવી દીધો. થોડા સમય પછી, ગાવીનો બીજી છોકરી સાથેનો એક વીડિયો વાયરલ થયો - અને તે ફક્ત કોઈનો નહોતો.
આ વીડિયોમાં તે જાહેરમાં એના પેલાયો નામની છોકરીને ગળે લગાવતો અને કિસ કરતો જોવા મળ્યો, જે સ્પષ્ટપણે તેમના સંબંધનો સંકેત આપે છે.
જોકે ગેવી અને એનાએ તેમના રોમાંસ વિશે ખુલ્લેઆમ વાત કરી નથી, પરંતુ તેમના એકસાથે દેખાવે લોકોને ચર્ચામાં મૂકી દીધા છે. ખાસ કરીને પ્રિન્સેસ લિયોનોરને નકારી કાઢવાના સમાચાર આવ્યા પછી, બધાની નજર એના પેલાયો પર છે - અને લોકો તેની સુંદરતા અને ફેશન સેન્સથી આકર્ષાયા છે.