ઓસ્ટ્રિયાની શાળામાં ગોળીબાર પાંચના મોત, અનેક ઘવાયા
શંકાસ્પદ વિદ્યાર્થીએ આપઘાત કર્યાની આશંકા
ઑસ્ટ્રિયન શહેર ગ્રાઝની એક સ્કૂલમાં ગોળીબારમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે. ઑસ્ટ્રિયન પોલીસે પુષ્ટિ આપી છે કે મંગળવારે સવારે શહેરમાં એક મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે શાળાની અંદર ગોળીબારનો અવાજ સંભળાયા બાદ સવારે 10 વાગ્યે આ ઓપરેશન શરૂૂ થયું હતું. સ્થાનિક અખબારના અહેવાલ આપ્યો છે કે શાળામાં પાંચ લોકોના મોત થયા છે અને પોલીસ ઇમારતની તપાસ કરી રહી છે.
ઑસ્ટ્રિયન રાજ્ય મીડિયા ઘછઋ એ સ્થાનિક પોલીસને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ગંભીર રીતે ઘાયલોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો સમાવેશ થાય છે. શંકાસ્પદ ગુનેગાર જે વિદ્યાર્થી હોવાનું કહેવાય છે, તેણે આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવે છે.
પોલીસે જણાવ્યું હતું કે ડ્રેયર્સચુએત્ઝેંગાસે નામની શેરીમાં ઓપરેશન ચાલી રહ્યું હતું, જ્યાં એક માધ્યમિક શાળા છે. હાલમાં અધિકારીઓ દ્વારા ઇમારતની શોધખોળ કરવામાં આવી રહી છે અને લોકોને વિસ્તારથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે.