For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફિટનેસ એપ દ્વારા ફ્રાંસની 4 અણુ સબમરીનની ગુપ્ત માહિતી લીક

11:36 AM Jan 16, 2025 IST | Bhumika
ફિટનેસ એપ દ્વારા ફ્રાંસની 4 અણુ સબમરીનની ગુપ્ત માહિતી લીક

Advertisement

ફ્રાન્સમાંથી એક મોટી ગુપ્ત માહિતી લીક થઈ છે. ફ્રાન્સના ગુપ્ત મિલિટરી બેઝ કેમ્પ અને 4 પરમાણુ સબમરીન સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતી લીક થવાના સમાચારે સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી દીધી છે. નવાઈની વાત એ છે કે આ સમગ્ર ઘટના પાછળ એક ફિટનેસ એપનો હાથ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્રેન્ચ મિલિટરી સબમરીનમાં રહેતા કેટલાક અધિકારીઓએ ફિટનેસ એપનો ઉપયોગ કર્યો હતો. આ ફિટનેસ એપ દ્વારા સબમરીનનું લોકેશન જ નહીં પરંતુ તેની સ્થિતિ અને પેટ્રોલિંગ એક્ટિવિટી સાથે જોડાયેલી માહિતી પણ સામે આવી છે. આ સબમરીન ક્યારે અને કયા સમયે પેટ્રોલિંગ કરે છે તેની માહિતી પણ એપમાંથી લીક કરવામાં આવી છે. આ ફિટનેસ એપનું નામ સ્ટ્રાવા છે. તેનો ઉપયોગ સબમરીનના ક્રૂ દ્વારા કરવામાં આવ્યો હતો.

Advertisement

જે 4 સબમરીનનો ડેટા લીક થયો છે તેના પર 16 પરમાણુ મિસાઈલ છે. આ સબમરીનને બ્લેક બોટ નામ આપવામાં આવ્યું છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, આ સબમરીન હિરોશિમા અને નાગાસાકી કરતા 1000 ગણો વધુ વિનાશ કરવાની શક્તિ ધરાવે છે.

ફ્રાન્સે આ સબમરીનને ફિનિસ્ટેર સ્થિત બ્રેસ્ટ હાર્બરમાં છુપાવી હતી. તેનું નામ આઈલ લોંગ સબમરીન બેઝ છે. 2000 થી વધુ ફ્રેન્ચ લશ્કરી કર્મચારીઓ અહીં રહે છે. આ બેઝને ફ્રાંસનું સૌથી ગુપ્ત વિમાન કહેવામાં આવે છે. આ સમગ્ર વિસ્તાર 24 કલાક કેમેરા અને ડ્રોનની દેખરેખ હેઠળ રહે છે. આ બેઝમાં મોબાઈલ ફોન લઈ જવાની પણ મનાઈ છે. મોબાઈલ આધારના ચેક પોઈન્ટ પર જમા થઈ જાય છે, જેથી કોઈને તેનું લોકેશન ખબર ન પડે.
અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સબમરીન ક્રૂમાં હાજર 450 થી વધુ સૈન્ય અધિકારીઓએ સ્ટ્રાવા એપનો ઉપયોગ કર્યો છે.

પોતાની ફિટનેસ ચકાસવા માટે તેણે અજાણતા જ પોતાનું આખું શેડ્યૂલ એપ પર શેર કર્યું, જેના કારણે સબમરીન વિશેની માહિતી પણ બધાની સામે આવી. એપનો ઉપયોગ કરતા તમામ અધિકારીઓએ તેમની પ્રોફાઈલ પણ સાર્વજનિક રાખી હતી, જેથી દરેકને તેના વિશે ખબર પડે.

Advertisement
Tags :
Advertisement
Advertisement