ડિંગુચા પરિવારને મોતના મુખમાં ધકેલનાર ફેનિલ પટેલ ઝડપાયો
ત્રણ વર્ષ અગાઉ અમેરિકામાં ગેરકાયદે ઘુસાડવાનો હતો માસ્ટર માઈન્ડ, પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ
ત્રણ વર્ષ પહેલાં યુએસ બોર્ડરની મિનેસોટા ખાતે થીજીને મૃત્યુ પામેલા મહેસાણાના ડિંગુચા ગામના એક જ પરિવારના ચાર સભ્યને ગેરકાયદે રીતે અમેરિકામાં ઘુસાડવામાં મદદ કરનાર એક આરોપી ફેનિલ પટેલની પોલીસે ધરપકડ કરી છે. કેનેડિયન ન્યાય વિભાગના પ્રવક્તા કેટલિન મૂર્સે સોમવારે CBC ન્યૂઝને એક ઇ-મેલમાં જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની પ્રત્યાર્પણ વિનંતીને અનુસરીને ફેનિલ પટેલને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના પ્રવક્તાએ પણ આ અંગે ટિપ્પણી કરવાની ના પાડી દીધી છે. સીબીસી ન્યૂઝે સોમવારે RCMP(રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ)નો પણ સંપર્ક કર્યો હતો. ભારતીય પોલીસે અગાઉ આરોપ લગાવ્યો હતો કે જાન્યુઆરી 2022માં આવેલાં ભયંકર બરફનાં તોફાન અને થીજાવી દેતી ઠંડીમાં પરિવારને સરહદ પાર કરાવવામાં મદદ કરનાર બે પુરૂૂષમાં એક પટેલ હતો.
ફેનિલ પટેલ સાથે કોઈ સંબંધ ન ધરાવતા ડિંગુચા પરિવારનું મૃત્યુ મેનેગોના એમર્સન નજીક મિનેસોટામાં ગેરકાયદે રીતે પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે હાઇપોથર્મિયાથી થયું હતું. 39 વર્ષીય જગદીશ પટેલ, તેમની 37 વર્ષીય પત્ની વૈશાલી, તેમની 11 વર્ષની પુત્રી વિહાંગી અને ત્રણ વર્ષના પુત્ર ધાર્મિકના થીજી ગયેલા મૃતદેહ યુએસ સરહદથી માત્ર 12 મીટર દૂર મળ્યા હતા.
2023માં ફેનિલ પર માનવતસ્કરીના આરોપો લાગ્યા હતા જાન્યુઆરી 2023માં પરિવારના મૃત્યુમાં કથિત ભૂમિકા બદલ ગુજરાત ફેનિલ પટેલ સામે માનવતસ્કરીના આરોપો જાહેર કરવામાં આવ્યા હતા. ભારતીય પોલીસે આરોપ લગાવ્યો હતો કે પટેલ અને અન્ય એક વ્યક્તિએ દાણચોરી નેટવર્કની કેનેડિયન શાખા ચલાવી હતી, તેઓ પટેલ પરિવાર દ્વારા સરહદ સુધીની મુસાફરીના છેલ્લા દિવસોનું સંપૂર્ણ કોર્ડિનેશન અને કંટ્રોલિંગ હાથ ધર્યું હતું.
મે 2023માં ભારતીય અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે પટેલ અને આ કેસમાં આરોપી અન્ય એક વ્યક્તિને પ્રત્યાર્પણ કરવાની પ્રક્રિયા શરૂૂ કરી દીધી છે. ભારતીય મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે પટેલ અમેરિકા, ટોરોન્ટો, ઓટાવા અને વાનકુવર સહિત અનેક સ્થળોએ રહે છે અથવા ભાગી ગયો છે, જ્યારે ઈઇઈના ધ ફિફ્થ એસ્ટેટ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે તે ટોરોન્ટોની બહાર રહે છે.