ટ્રમ્પે ધોકો પછાડયો એ પહેલાં જ ભારતે અમેરિકા પાસેથી ક્રૂડની 3 માસમાં ગત વર્ષ કરતાં બમણી આયાત કરી
2024ના એપ્રિલ-જૂન કવાર્ટર કરતાં ચાલુ વર્ષના સમાન ગાળામાં 32,000 કરોડની આયાત
એપ્રિલમાં ટ્રમ્પની ટેરિફની જાહેરાત પછી ભારતે અમેરિકા પાસેથી તેની ક્રૂડ ઓઇલ ખરીદી બમણી કરી છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં તેમાં વાર્ષિક ધોરણે 114%નો વધારો થયો છે.
ભારતે 2024માં એપ્રિલથી જૂન દરમિયાન અમેરિકા પાસેથી લગભગ 15 હજાર કરોડ રૂૂપિયાનું તેલ ખરીદ્યું હતું. 2025માં એપ્રિલથી જૂન દરમિયાન આ આંકડો બમણો થઈને 32 હજાર કરોડ રૂૂપિયા થઈ ગયો છે. ટ્રમ્પે 2 એપ્રિલે ભારત પર ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. જોકે, બાદમાં તેને 90 દિવસ માટે લંબાવવામાં આવી હતી.ભારતે જાન્યુઆરી અને જૂન 2025 દરમિયાન અમેરિકા પાસેથી દરરોજ 2.71 લાખ બેરલ ક્રૂડ ઓઇલ ખરીદ્યું. જાન્યુઆરી અને જૂન 2024 દરમિયાન આ આંકડો 1.8 લાખ બેરલ પ્રતિ દિવસ હતો. માત્ર જુલાઈ 2025માં, જૂનની સરખામણીમાં અમેરિકામાંથી 23% વધુ ક્રૂડ ઓઇલ આવ્યું. ભારતની કુલ તેલ આયાતમાં અમેરિકાનો હિસ્સો પણ 3% થી વધીને 8% થયો.
30 જુલાઈના રોજ, ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરતા કહ્યું કે ભારત હંમેશા રશિયા પાસેથી તેના મોટાભાગના લશ્કરી સાધનો ખરીદે છે અને તે રશિયાનો સૌથી મોટો તેલ ખરીદનાર છે.
ભારત હાલમાં તેની તેલ જરૂૂરિયાતોના લગભગ 40% રશિયા પાસેથી આયાત કરે છે. અહેવાલો અનુસાર, ભારત હાલમાં રશિયા પાસેથી દરરોજ 1.15 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ ખરીદે છે. જો કે અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાના દબાણ અને વધતી કિંમતોને કારણે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું લગભગ બંધ કરી દીધું છે. પરંતુ વિદેશ મંત્રાલયે આ દાવો નકારી કાઢયો હતો.