ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઓસ્ટે્લિયાની બોલર સાથે ઇંગ્લેન્ડની વિકેટકીપરની સગાઇ

12:22 PM Jul 25, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

એમી જોન્સ અને પીપા ક્લેરી લાંબા સમયથી પ્રેમમાં હતા

Advertisement

ક્રિકેટની દુનિયામાં કેટલીય એવી ઘટનાઓ છે જે અદભૂત લાગે છે, કેટલીક ક્રિકેટના મેદાન પર બને છે, તો કેટલીક મેદાનની બહાર, આવી જ એક ઘટના હવે સામે આવી છે. ઈંગ્લેન્ડની વિકેટકીપર બેટ્સમેન એમી જોન્સ અને ઓસ્ટ્રેલિયન બોલર પીપા ક્લેરીએ સગાઈ કરી લીધી છે. બંને લાંબા સમયથી એકબીજાને પ્રેમ કરતા હતા, અને તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી.ક્લેરી અને જોન્સ મહિલા ક્રિકેટર છે. બંનેએ સોશિયલ મીડિયા દ્વારા પોતાની સગાઈની જાણકારી ફેન્સને આપી હતી. એમી અને ક્લેરીએ સગાઈ સમારોહમાં બહુ ઓછા લોકોને આમંત્રિત કર્યા હતા.

ક્લેરી અને એમીની પ્રથમ મુલાકાત વિમેન્સ વિગ બેશ લીગ દરમિયાન થઈ હતી. આ બંને પર્થ સ્કોર્ચર્સ તરફથી રમતા હતા. આ પછી બંને મિત્રો બની ગયા. તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને હવે બંનેએ સગાઈ કરી લીધી. એમી અને ક્લેરીએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે. આ માટે ચાહકોએ અભિનંદન પાઠવ્યા છે.

Tags :
inglandworldworldnews
Advertisement
Advertisement