For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અફઘાનિસ્તાન સરહદ નજીક પાક સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, 14ના મોત

05:48 PM Jun 04, 2025 IST | Bhumika
અફઘાનિસ્તાન સરહદ નજીક પાક સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર  14ના મોત

પાકિસ્તાની સુરક્ષા દળોએ ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનની સરહદે આવેલા આદિવાસી જિલ્લામાં ગુપ્ત માહિતીના આધારે એક કાર્યવાહીમાં 14 આતંકવાદીઓને ઠાર માર્યા છે. લશ્કરી મીડિયા વિંગે બુધવારે આ અંગે માહિતી આપી. ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, સુરક્ષા દળોએ આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે ઉત્તર વઝીરિસ્તાન જિલ્લાના દત્તા ખેલમાં ગુપ્ત માહિતી આધારિત કાર્યવાહી શરૂૂ કરી હતી.

Advertisement

ISPR ના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સૈનિકોએ આ વિસ્તારમાં એક આતંકવાદી ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. ભીષણ ગોળીબાર બાદ, 14 આતંકવાદીઓને માર્યા ગયા. તેમાં કહેવામાં આવ્યું છે કે, વિસ્તારમાં અન્ય આતંકવાદીઓને ખતમ કરવા માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પાકિસ્તાનના સુરક્ષા દળો દેશમાં આતંકવાદના ખતરાને ખતમ કરવા માટે કામ કરી રહ્યા છે.

તાજેતરમાં અફઘાનિસ્તાનથી પાકિસ્તાનમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતી વખતે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના ઓછામાં ઓછા 41 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટર ઉત્તર વઝીરિસ્તાનના આદિવાસી જિલ્લાના બિબાક ઘર વિસ્તાર નજીક થયું હતું. માર્યા ગયેલા મોટાભાગના આતંકવાદીઓ અફઘાન નાગરિકો હતા. TTP ના મૂળ અફઘાનના તાલિબાન ચળવળ સાથે જોડાયેલા છે, પરંતુ આ સંગઠન પાકિસ્તાનમાં સ્વતંત્ર રીતે સક્રિય રહ્યું છે. તેની સ્થાપના બૈતુલ્લાહ મહેસુદ દ્વારા કરવામાં આવી હતી, જે દક્ષિણ વઝીરિસ્તાનના પ્રભાવશાળી નેતા હતા. આ સંગઠન ઘણા નાના અને મોટા જૂથોનું ગઠબંધન છે. 2020 પછી, TTP એ ઘણા છૂટાછવાયા જૂથોને ફરીથી ભેગા કર્યા છે. આ સંગઠને ખાસ કરીને પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાન જેવા વિસ્તારોમાં હુમલાઓ વધાર્યા છે. ટીટીપી સક્રિય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement