For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટ્રમ્પની કેબિનેટમાં એલોન મસ્ક-વિવેક રામાસ્વામીની એન્ટ્રી

11:19 AM Nov 13, 2024 IST | admin
ટ્રમ્પની કેબિનેટમાં એલોન મસ્ક વિવેક રામાસ્વામીની એન્ટ્રી

બન્ને ઉદ્યોગપતિને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સની જવાબદારી

Advertisement

અમેરિકન પ્રમુખની ચૂંટણીમાં જીત મેળવનાર ડોનાલ્ડ ટ્રમ્પ વર્ષ 2025માં 20 જાન્યુઆરીએ ફરી એકવાર પ્રમુખ તરીકે શપથ લેશે. તેમણે પોતાની સરકારને અસરકારક અને કાર્યક્ષમ બનાવવા માટે અત્યારથીજ ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું શરૂૂ કરી દીધું છે. આ મામલે ટ્રમ્પે ઈલોન મસ્ક અને ભારતીય મૂળના વિવેક રામાસ્વામીને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (ઉજ્ઞૠઊ)ની જવાબદારી સોંપી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (ઉજ્ઞૠઊ) નો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી કામગીરીમાં સુધારો કરવાનો, અમલદારશાહીમાં ઘટાડો કરવાનો અને ફેડરલ એજન્સીઓના માળખામાં ફેરફાર કરવાનો છે.

ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ વિભાગ સરકારી સંસાધનોનો દુરુપયોગ રોકવા, બિનજરૂૂરી ખર્ચ ઘટાડવા અને બિનજરૂૂરી નિયમોને દૂર કરવા માટે કામ કરશે. ટ્રમ્પે આ નિર્ણયને તેમના સેવ અમેરિકા મૂવમેન્ટનો એક મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો છે અને કહ્યું કે આ સંભવિત રીતે અમારા સમયનો મેનહેટ્ટન પ્રોજેક્ટ બની શકે છે. ટેસ્લા અને સ્પેસએક્સના વડા ઈલોન મસ્ક અને ભારતીય મૂળના ઉદ્યોગપતિ અને ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામીને ઉજ્ઞૠઊ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. પોતાની નવીન અને અસરકારક વિચારસરણી માટે જાણીતા ઈલોન મસ્ક આ વિભાગમાં ટેક્નોલોજી અને ટેક્નોલોજી આધારિત સુધારા પર કામ કરશે, જેથી સરકારી સેવાઓને વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનાવી શકાય. સ્વચ્છ વિચારો અને વ્યવસાય કૌશલ્ય માટે જાણીતા, વિવેક રામાસ્વામી સરકારી ખર્ચમાં કાપ મૂકવા અને એજન્સીઓનું પુનર્ગઠન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement