આલેલે...અમેરિકી વિમાનના લેન્ડિંગ ગીઅરમાંથી લાશ મળી
અમેરિકાના હવાઈ દ્વીપના કાહુલુઈ એરપોર્ટ પર શિકાગોથી આવેલી યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટ 202ના વ્હીલ વેલમાં એક લાશ મળી છે. ડીપીડીસી પોલીસ અને એરલાઈન્સ આ ઘટના અંગે તપાસ કરી રહ્યા છે. યુનાઈટેડ એરલાઈન્સે બોઈંગ 787-10ના મેન લેન્ડિંગ ગિયરમાં લાશ મળવાની પુષ્ટિ કરી છે.
પોલીસે જણાવ્યું કે લાશ તે જગ્યાએ મળી છે જ્યાં પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે. હજી સુધી આ સ્પષ્ટ થયું નથી કે આ વ્યક્તિએ કેવી રીતે અથવા ક્યારે આ વિસ્તારમાં પ્રવેશ કર્યો. યુનાઈટેડ એરલાઈન્સ અને ડીપીડીસી પોલીસ હાલ તપાસમાં વ્યસ્ત છે, પણ વધુ માહિતી હજી જાહેર કરાઈ નથી.કાહુલુઈ એરપોર્ટના અધિકારીઓએ પણ આ ઘટનાને લગતી કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ ઘટનાએ વિમાની સુરક્ષા વ્યવસ્થાઓ પર સવાલ ઉભા કર્યા છે, કારણ કે વિમાની વ્હીલ વેલ સુધી પહોંચવા માટે બહારથી ખાસ કિસ્સામાં દખલ કરવાની જરૂૂર હોય છે.
એરલાઈન્સના એક વિમાની દુર્ઘટનાની સમાચારોએ પણ ધ્યાન ખેંચ્યું છે. ક્રિસમસની સવારના 67 યાત્રીઓને લઈને જતું એંબ્રેયર 190 વિમાન કઝાકિસ્તાનમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમ્યાન દુર્ઘટનાગ્રસ્ત થયું. આ ઘટનામાં 38 લોકોના મોત થયા, જ્યારે 29 લોકોને બચાવવામાં આવ્યા. વિમાન બાકુથી ગ્રોઝની જઈ રહ્યું હતું, પણ ખરાબ હવામાનને કારણે તેને અક્તાઉમાં ડાયવર્ટ કરવું પડ્યું હતું.