ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રિલાયન્સ રિફાઇનરી સહિત આર્થિક લક્ષ્યો નિશાન પર: મુનિરની ગીદડ ધમકી

11:09 AM Aug 12, 2025 IST | Bhumika
Advertisement

10 મિસાઇલો વડે ભારતીય જળબંધો ઉડાવી દેવાની પણ ડંફાસો હાંકી, અમેરિકાની ધરતી ઉપરથી સતત ઉશ્કેરણી

Advertisement

અંબાણીના ફોટાને કુરાનની આયાત સાથે જોડતી સોશિયલ મીડિયા પોસ્ટ પોતે જ અધિકૃત કરી હોવાનો પાક. લશ્કરી વડાનો ધડાકો

પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસીમ મુનીરે ભારત સામે યુદ્ધ કરવાની ધમકી આપી છે. તેને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની જામનગર રિફાઇનરીને નિશાન બનાવવાની જાહેરાત કરી છે મુનીરે કહ્યું કે, તેમણે ભારતના આર્થિક માળખાગત સુવિધાઓ, ખાસ કરીને તેલ સ્થાપનોને નિશાન બનાવવાની વાત કરી છે આ ઉપરાંત સિંધ જળ સંધી અંગે પણ મુનીરે ડંફાસો મારતા 10 મિસાઇલ વડે ભારતીય જળ બંધો ઉડાવી દેવાની તેમજ ટોચની આર્થિક સંપતિઓને પણ નિશાન બનાવવાની ગીદડ ધમકી આપી હતી.

આસીમ મુનીરે અમેરિકાના ફ્લોરિડાના ટામ્પામાં એક ઔપચારિક રાત્રિભોજન દરમિયાન આ ધમકી આપી હતી. તેમણે ભારતના આર્થિક લક્ષ્યો, ખાસ કરીને તેલ સ્થાપનોને નિશાન બનાવવાની વાત કરી હતી. આ પહેલીવાર છે જ્યારે પાકિસ્તાને ભારતના આર્થિક માળખાગત સુવિધાઓને નિશાન બનાવવાની સીધી વાત કરી છે.

મુનીરે સોશિયલ મીડિયા પોસ્ટનો ઉલ્લેખ કર્યો હતો જેમા RILના ચેરમેન મુકેશ અંબાણીનો કુરાનની એક આયાત સાથેનો ફોટો હતો. તેમણે કહ્યું કે આ પોસ્ટ તાજેતરના ભારત-પાકિસ્તાન તણાવ દરમિયાન તેમના નિર્દેશો પર પ્રકાશિત કરવામાં આવી હતી, જેથી ભારતને આગળના સમયમાં શું થશે તે અંગે સંદેશ આપી શકાય.

આસીમ મુનીરે કુરાનની જે આયતનો ઉલ્લેખ કર્યો છે તે સુરા અલ-ફીલ માંથી છે જે સલ-એ-ફીલ ની ઘટનાનું વર્ણન કરે છે. આ આયત જણાવે છે કે, યમનનો શાસક અબ્રાહાએ હાથીઓની સેના વડે કાબાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અલ્લાહે પક્ષીઓના ટોળા મોકલ્યા હતા, જેમણે તે સેનાને શેકેલા માટીના પથ્થરોથી નાશ કર્યો હતો. મુનીરના આ નિવેદનને આધુનિક યુદ્ધમાં હવાઈ હુમલાનો સંકેત માનવામાં આવી રહ્યો છે.
ભારત હંમેશા તેની સંવેદનશીલ આર્થિક સંપત્તિઓ, ખાસ કરીને સરહદી રાજ્યોમાં સ્થિત ઠેકાણાઓ માટે લશ્કરી અને અન્ય જોખમોનું મૂલ્યાંકન કરતું રહે છે.

ગુપ્તચર એજન્સીઓએ અગાઉ જામનગર રિફાઇનરી સહિતના ઠેકાણાઓ પર પાકિસ્તાન સમર્થિત આતંકવાદી જૂથો તરફથી ખતરાઓની ચેતવણી પણ આપી હતી. મુનીરે મુકેશ અંબાણીને આપેલી ધમકી એ સંકેત છે કે તે ભારતની આર્થિક શક્તિને નબળી પાડવા માંગે છે.

જામનગર રિફાઇનરી ભારતના રિફાઇનિંગ ક્ષેત્રનું સૌથી મોટું પ્રતીક છે. તેની ક્ષમતા દર વર્ષે 33 મિલિયન ટન ક્રૂડ ઓઇલનું પ્રોસેસિંગ કરવાની છે, જે ભારતની કુલ રિફાઇનિંગ ક્ષમતાના 12 ટકા છે. આ રિફાઇનરી માત્ર દેશની ઉર્જા જરૂૂરિયાતોને પૂર્ણ કરતી નથી પરંતુ રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોનો મુખ્ય નિકાસકાર પણ છે.

પાકિસ્તાનના પરમાણુ હથિયારોથી ડરતા નથી, ગમે ત્યારે ત્રાટકીને કટકા કરી નાખશું: ભારત
પાકિસ્તાનના ફિલ્ડમાર્શલ આસિમ મુનીરે ભારત જ નહીં અડધી દુનિયાને લઈને ડૂબવાનો દાવો કર્યા પછી ભારતે ગઇકાલે પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, પાકિસ્તાનના આર્મી પ્રમુખ આસીમ મુનીરનું નિવેદન જ દર્શાવે છે કે પડોશી દેશમાં સાયલન્ટ તખ્તાપલટ થઈરહ્યો છે. પાકિસ્તાનમાં લોકતંત્રની કોઈ વ્યવસ્થા નથી ત્યાં સૈન્ય પાસે જ અસલી પાવર છે. આવા સંજોગોમાં પાકિસ્તાનના પરમાણુ હથિયારો ખોટા હાથોમાં જઈ શકે છે. દુનિયાના દેશોએ આ અંગે ચિંતા કરવી જોઈએ. ભારતને પરમાણુ ધમકી આપવી એ પાકિસ્તાનની આદત થઈ ગઈ છે. વિદેશ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે પરમાણુ હથિયારોની ધમકીથી ભારત પાછીપાની નહીં કરે અને દેશની સુરક્ષા માટે તમામ યોગ્ય પગલા ભરતું રહેશે. ભારત વિરોધી આ નિવેદન મિત્રતા ધરાવતા ત્રીજા દેશમાંથી આપવામાં આવ્યું જે વધુ દુ:ખદ બાબત છે. ભારતે સ્પષ્ટ જવાબ આપતા કહ્યું છે કે પાકિસ્તાનના આતંકવાદને આક્રામક જવાબ આપવામાં આવશે. દેશની સુરક્ષા માટે જે યોગ્ય લાગે તે પગલા લેવામાં આવશે.વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, પાકિસ્તાનને અમેરિકાનું સમર્થન હોય ત્યારે તેનો અસરી ચહેરો સામે આવવા લાગે છે અને તે તેનું આક્રમક વલણ ઉજાગર કરવા લાગે છે. પાકિસ્તાનમાં લોકતંત્ર હાલ નામનું જ રહ્યું છે. આસિમ મુનીર ગમે ત્યારે સાયલન્ટ અથવા ખુલ્લેઆમ તખ્તાપલટ કરી શકે છે. આ રીતે તેઓ ફિલ્ડ માર્શલમાંથી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બની શકે છે.

Tags :
indiaindia newspakistanpakistan newsworldWorld News
Advertisement
Next Article
Advertisement