ઉંઘમાં જોયેલા સપનાં હવે ખુલ્લી આંખે જોઇ શકાશે
જાપાની સંશોધકોએ સપનાં રેકોર્ડ કરી પ્લેબેક કરી શકે તેવું ઉપકરણ બનાવ્યું
ઘણા લોકોના મનમાં એવું હોય છે કે સવારે ઉઠતાની સાથે જ તેઓ પોતાના સપના પહેલા કોઈને કહેશે પરંતુ ઘણીવાર તેમને યાદ રાખવા એ પણ એક મોટો પડકાર હોય છે.જાપાની સંશોધકોએ એક ક્રાંતિકારી ઉપકરણ બનાવ્યું છે જે ફક્ત તમારા સપના રેકોર્ડ કરશે જ નહીં, પરંતુ તમે તમારા જોવા માટે તે તમારા સપના પ્લેબેક પણ કરશે.
આ મશીન તમને તમારા સપનાને ફિલ્મની જેમ જોવા માટે પણ મદદ કરશે.સપનાનું રેકોર્ડિંગ કરનાર આ ડિવાઈસ વિગતવાર ન્યુરલ પ્રવૃત્તિ રેકોર્ડ કરવા માટે ફંક્શનલ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગનો ઉપયોગ કરે છે. ક્યોટોમાં અઝછ કોમ્પ્યુટેશનલ ન્યુરોસાયન્સ લેબોરેટરીઝના વૈજ્ઞાનિકો દ્વારા આ સ્ટડી કરવામાં આવી છે.
પ્રોફેસર યુકિયાસુ કામિતાનીએ જણાવ્યું કે, અમે ઊંઘ દરમિયાન મગજની પ્રવૃત્તિમાંથી જોયેલા સપનાઓને સામે પ્રકટ કરવામાં સક્ષમ હતા.
વૈજ્ઞાનિકો 60 ટકા ચોકસાઈ સાથે જોયેલા સપનાઓની સાચી ભવિષ્યવાણી કરવામાં સફળતા હાસિલ કરી. આ સિદ્ધિ મગજમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓનો ઉપયોગ કરીને સપનાના કેટલાક પાસાઓને ડીકોડ કરવાની ક્ષમતા દર્શાવે છે.આ અદ્ભુત ટેકનિક ફક્ત સામાન્ય લોકો માટે જ નથી, તેનું મહત્વ ન્યુરોસાયન્સ અને મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં પણ ફેલાયેલું છે.
સપનાઓને કેદ કરીને વૈજ્ઞાનિકો ન્યુરોસાયન્સ, મનોવિજ્ઞાન અને માનવ મગજના કાર્ય વિશે ઘણી મહત્વપૂર્ણ માહિતી મેળવી શકે છે.આ ઉપકરણથી સપના નરી આંખે જોવાનો અનેરો આનંદ મળશે. પરંતુ તબીબી ક્ષેત્રે પણ તેનો ઉપયોગ થઈ શકશે. માનસીક બિમારીઓના ઉપચારમાં આ ઉપકરણ ગેમચેન્જર સાબીત થશે.
આ ઉપરાંત અનિદ્રા, રાત્રે ઉંઘમાં ચાલવાની આદત તથા માનસીક તણાવની સારવારમાં પણ આગળ જતાં આ ઉપકરણ સચોટ સાબીત થઈ શકશે.