For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડોનાલ્ડ ટ્રમ્પ અને દ. આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા વચ્ચે તડાફડી

11:18 AM May 22, 2025 IST | Bhumika
ડોનાલ્ડ ટ્રમ્પ અને દ  આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા વચ્ચે તડાફડી

ટ્રમ્પે શ્ર્વેતોના નરસંહારનો મુદ્દો ઉઠાવ્યો તો આફ્રિકન પ્રમુખે કહ્યું, અમારી પાસે ભેટ આપવા માટે વિમાન નથી

Advertisement

વ્હાઇટ હાઉસમાં ફરી એકવાર ઇતિહાસનું પુનરાવર્તન થયું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા વચ્ચે વ્હાઇટ હાઉસમાં ઝઘડો થયો. બંને રાષ્ટ્રપ્રમુખો વચ્ચે ગરમાગરમ ચર્ચા થઈ હતી, જે થોડા મહિના પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી અને ટ્રમ્પ વચ્ચે જોવા મળી હતી. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા 19 મેના રોજ વોશિંગ્ટન પહોંચ્યા. તેમની મુલાકાતનો હેતુ આફ્રિકા અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં નવો પ્રાણ ફૂંકવાનો છે. પરંતુ વ્હાઇટ હાઉસમાં આ બેઠક દરમિયાન, ટ્રમ્પે અચાનક જાતિવાદના મુદ્દા પર રામાફોસાને ઘેરવાનું શરૂૂ કર્યું ટ્રમ્પે સિરિલ રામાફોસા પર આરોપ લગાવતા કહ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન દક્ષિણ આફ્રિકામાં શ્વેત ખેડૂતોનો નરસંહાર થઈ રહ્યો છે અને તમે તમાશો જોનારા બની રહ્યા છો. રામાફોસાએ આ આરોપને નકારવાનું શરૂૂ કરતાં જ. ટ્રમ્પે મોટા પડદા પર એક વીડિયો બતાવ્યો. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે દક્ષિણ આફ્રિકામાં હજારો ગોરા ખેડૂતોની હત્યા કરવામાં આવી છે.

આ દરમિયાન ટ્રમ્પે સિરિલ રામાફોસાને મીડિયામાં પ્રકાશિત થયેલા કેટલાક લેખોની નકલો પણ બતાવી, જેમાં આફ્રિકામાં શ્વેત ખેડૂતોના નરસંહારના દાવા કરવામાં આવ્યા છે. રામાફોસાને આ નકલ બતાવતી વખતે, ટ્રમ્પે જોરથી બૂમ પાડી, મૃત્યુ, મૃત્યુ આનાથી વાતાવરણ ખૂબ જ તંગ બની ગયું.

Advertisement

ટ્રમ્પના આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢતા, સિરિલ રામાફોસાએ કહ્યું કે આફ્રિકામાં હિંસા વધી છે અને તમામ જાતિઓ અને વર્ગો તેની સામે સંઘર્ષ કરી રહ્યા છે. આ હિંસામાં માર્યા ગયેલા લોકો માત્ર ગોરા જ નથી, પરંતુ કાળા લોકો પણ માર્યા જઈ રહ્યા છે. ગોરા લોકો કરતાં કાળા લોકોની વધુ હત્યા થઈ છે.
રામાફોસાએ કહ્યું કે મેં આ વીડિયો પહેલાં ક્યારેય જોયો નથી. અમે આ વીડિયો ક્યાંનો છે તેની સત્યતા શોધીશું.

આ દરમિયાન, રામાફોસાએ કતાર સરકાર દ્વારા ટ્રમ્પને ભેટમાં આપવામાં આવેલા શાહી વિમાન પર પણ કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે અમારી સરકાર દક્ષિણ આફ્રિકામાં રંગભેદ નાબૂદ કરવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, મને દુ:ખ છે કે મારી પાસે તમને આપવા માટે વિમાન નથી, જેના પર ટ્રમ્પે કહ્યું, કાશ તમે હોત તો.

Advertisement
Tags :
Advertisement
Advertisement