અમેરિકાના ટેકસાસમાં મૃત્યુઆંક 104 એ પહોંચ્યો, હજુ અનેક ગૂમ
અમેરિકાના ટેક્સાસમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરમા 104 થી વધુ લોકો માર્યા ગયા છે અને ઘણા લોકો હજુ પણ ગુમ છે, જેમાં કેમ્પમાં ગયેલી છોકરીઓનો પણ સમાવેશ થાય છે. વહીવટીતંત્ર લોકોને બચાવવા માટે મોટા પાયે બચાવ કામગીરી ચલાવી રહ્યું છે. કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ અઠવાડિયાના અંતમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ શકે છે.
કેર કાઉન્ટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખરાબ રીતે પ્રભાવિત કેર કાઉન્ટીમાં જ્યાં કેમ્પ મિસ્ટિક અને અન્ય ઘણા સમર કેમ્પ આવેલા છે શોધકર્તાઓને 28 બાળકો સહિત 84 લોકોના મૃતદેહ મળ્યા છે. મધ્ય ટેક્સાસમાં મૃત્યુઆંક અત્યાર સુધીમાં ઓછામાં ઓછો 104 થઈ ગયો છે અધિકારીઓએ ચેતવણી આપી હતી કે જેમ જેમ વધુ વિસ્તારોમાં પહોંચવામાં આવશે અને શોધખોળ ચાલુ રહેશે, તેમ તેમ મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
શુક્રવારે વહેલી સવારે ભારે વરસાદને કારણે ગ્વાડાલૂપ નદીમાં જળસ્તર માત્ર 45 મિનિટમાં 26 ફૂટ (લગભગ 8મીટર) વધ્યું, જેના કારણે ટેક્સાસ હિલ ક્ધટ્રી ક્ષેત્રમાં ભારે વિનાશ થયો.