રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ડોનાલ્ડ ટ્રમ્પની હોટલ બહાર સાઈબર ટ્રકમાં વિસ્ફોટ: 1નું મોત, મસ્કને આતંકી હુમલાની આશંકા

10:33 AM Jan 02, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

પિકઅપ વાનના આતંકી બનાવ બાદ લાસવેગાસમાં ગણતરીના કલાકોમાં બીજો હુમલો, મસ્કે બનાવને પણ આતંકી કૃત્ય ગણાવ્યું: બન્ને ઘટનામાં જોડાણ હોવાનો દાવો

 

ન્યૂ ઓર્લિયન્સમાં નવા વર્ષની ઉજવણી માટે ભેગા થયેલા લોકો પર પુરપાટ પિકઅપ વેન ફેરવી દેવાના આતંકી બનાવમાં મરણાંક વધી 15 થયો છે. આ ઘટના પછી તરત લાસ વેગાસમાં ડોનાલ્ડ ટ્રમ્પની માલિકીની હોટેલ બહાર ટેસ્લાના સાઇબર ટ્રકમાં વિસ્ફોટ થતા એક વ્યક્તિનું મોત નીપજયું હતું અને સાત ઘાયલ થયા હતા.

અમેરિકન પ્રમુખ જો બાઈડેને કહ્યું કે અમે લાસ વેગાસમાં ટ્રમ્પ હોટલની બહાર સાઈબર ટ્રકના વિસ્ફોટની ઘટના પર નજર રાખી રહ્યા છીએ. કાયદા અમલીકરણ અને ગુપ્તચર એજન્સીઓ એ પણ તપાસ કરી રહી છે કે ન્યૂ ઓર્લિયન્સમાં હુમલા સાથે શું આ ઘટનાને કોઈ લેવા દેવા છે કે કેમ? ન્યૂ ઓર્લિયન્સમાં સ્થાનિક કાયદા અમલીકરણને ઝડપથી તપાસ પૂર્ણ કરવા અને અમેરિકન લોકોને કોઈ ખતરો નથી તેની ખાતરી સુનિશ્ચિત કરવાના નિર્દેશ અપાયા છે.
લાસ વેગાસના શેરિફ કેવિન મેકમહિલે મીડિયાને જણાવ્યું હતું કે વિસ્ફોટ થતાં પહેલાં આ ઇલેક્ટ્રિક વાહન ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટેલના કાચના એન્ટ્રી ગેટ પર પહોંચી ગયું હતું. વીડિયો ફૂટેજમાં હોટલના પ્રવેશદ્વાર પર પાર્ક કરેલી સ્ટેનલેસ સ્ટીલની ટ્રકમાં અચાનક વિસ્ફોટ થતાં આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી.

 

https://x.com/PollyRendall/status/1874627396244312108

મેકમહિલે જણાવ્યું હતું કે સાઈબર ટ્રકની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જ્યારે સાત લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક લાસ વેગાસમાં ટ્રમ્પ ઈન્ટરનેશનલ હોટેલની બહાર સાઇબર ટ્રક વિસ્ફોટ અને ન્યૂ ઓર્લિયન્સમાં સમાન હુમલા વચ્ચે કડી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે બંને વાહનો એક જ કાર રેન્ટલ સાઇટ ટુરો પરથી ભાડે આપવામાં આવ્યા હતા.

મસ્કનું કહેવું છે કે સાઈબર ટ્રકમાં મૂકવામાં આવેલા બોમ્બના કારણે આ વિસ્ફોટની ઘટના બની હતી. મસ્કે એકસ પર લખ્યું કે એવું લાગે છે કે આ એક આતંકવાદી કૃત્ય હોઈ શકે છે. આ સાઈબર ટ્રક અને ન્યુ ઓર્લિયન્સમાં એફ-150 આત્મઘાતી બોમ્બર બંને ટુરો પાસેથી ભાડે લેવામાં આવ્યા હતા. બન્ને ઘટનાનું એકબીજા સાથે જોડાણ જણાય છે.

ન્યૂ ઓર્લિયન્સનો હુમલાખોર પૂર્વ આર્મીમેન, કાર પર ISISનો ઝંડો, બે પત્ની સાથે છૂટાછેડા

ન્યૂ ઓર્લિયન્સ, અમેરિકામાં, નવા વર્ષની ઉજવણી લોકોની ચીસોમાં ફેરવાઈ ગઈ. ન્યૂ ઓર્લિયન્સમાં બોર્બોન સ્ટ્રીટ પર નવા વર્ષની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા ત્યારે એક ઝડપી પીકઅપ વેને તેમને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. હવે હુમલાખોર વિશે ઘણી સનસનીખેજ માહિતી સામે આવી છે. હુમલાખોરને પોલીસે માર્યો છે. તેની ઓળખ શમસુદ્દીન જબ્બાર તરીકે થઈ છે. સેનાએ માહિતી આપી છે કે જબ્બાર યુએસ આર્મીમાં સ્ટાફ સાર્જન્ટ તરીકે ફરજ બજાવી ચૂક્યો છે. તે 2007 થી 2015 વચ્ચે અફઘાનિસ્તાનમાં તૈનાત હતો. તેઓ 2020 સુધી સેનામાં રહ્યા. તેને સેના તરફથી ઘણા મેડલ પણ મળ્યા છે. હુમલાખોર શમસુદ્દીન જબ્બરે બે વાર લગ્ન કર્યા હતા અને બાદમાં તેની બંને પત્નીઓથી છૂટાછેડા લીધા હતા. તેની એક પત્નીએ જણાવ્યું કે જબ્બરે ઈસ્લામ કબૂલ કરી લીધો હતો

અને તે થોડા સમયથી તરંગી જેવું વર્તન કરવા લાગ્યો હતો. તે જે ટ્રકમાં મુસાફરી કરી રહ્યો હતો તેના પર આતંકી સંગઠન આઇએસઆઇએસનો ઝંડો હતો અને તેમાં સંભવિત વિસ્ફોટકો રાખવામાં આવ્યા હતા. આ સાથે એ પણ બહાર આવ્યું છે કે તેણે ભીડને કચડી નાખવા માટે જે ટ્રકનો ઉપયોગ કર્યો હતો તે તુરો નામની રેન્ટલ વ્હીકલ એપ પરથી ભાડે લેવામાં આવ્યો હતો.

આ હુમલામાં હુમલાખોરનું મોત થયું હતું. બાદમાં રાષ્ટ્રપતિ બિડેનને આ ઘટના વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે જબ્બારએ હુમલાને અંજામ આપવાના થોડા કલાકો પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે તે આઇએસઆઇએસથી પ્રેરિત છે.એફબીઆઈને લાગે છે કે જે રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને ઘટના સ્થળની નજીકથી વિસ્ફોટકો મળી આવ્યા હતા. તેમને જોતા એવું લાગતું નથી કે હુમલાખોર જબ્બરે એકલા હાથે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

 

Tags :
AmericaAmerica newsblastCyber ​​truck explodesDonald Trumpterrorist attackTrump hotelworldWorld News
Advertisement
Next Article
Advertisement