ટ્રમ્પને ત્રીજી મુદ્ત મળે એ હેતુથી ગૃહમાં બંધારણીય સુધારા પ્રસ્તાવ
ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ બન્યાને એક અઠવાડિયું પણ નથી થયું પરંતુ તેઓ ત્રીજી વખત રાષ્ટ્રપતિ (President)ં બનવાનો માર્ગ મોકળો કરવાના પ્રયાસો શરૂૂ કરી દેવામાં આવ્યા છે. એક રિપબ્લિકન ધારાશાસ્ત્રીએ રાષ્ટ્રપતિને વધુમાં વધુ ત્રણ ટર્મ માટે ચૂંટાઈ શકે તે માટે યુએસ બંધારણમાં સુધારો કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
ગૃહમાં ઠરાવ રજૂ કરતાં એન્ડી ઓગલેસે જણાવ્યું હતું કે, આ સુધારાથી રાષ્ટ્રપતિ ટ્રમ્પ ત્રણ ટર્મ સુધી સેવા આપી શકશે, જેની આપણા દેશને સખત જરૂૂર છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે વારંવાર બતાવ્યું છે કે તેમની વફાદારી અમેરિકન લોકો અને આપણા મહાન રાષ્ટ્ર સાથે છે. તે આપણા દેશને બચાવવા માટે સમર્પિત છે. અમે તેમને ટેકો આપવા માટે અમારી શક્તિમાં બધું જ કરવું જોઈએ.
પ્રસ્તાવિત સુધારા મુજબ કોઈ પણ વ્યક્તિ ત્રણ વખતથી વધુ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ શકશે નહીં. સતત બે વાર ચૂંટાયા પછી તમને ત્રીજી ટર્મ નહીં મળે. હાલમાં, અમેરિકન બંધારણ મુજબ, કોઈપણ વ્યક્તિ વધુમાં વધુ બે વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ શકે છે.