For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચીની નાગરિકોએ ગુજરાત સહિત 20 રાજયોમાં 2200 કરોડનું ક્રિપ્ટોકરન્સી કૌભાંડ આચર્યું

05:37 PM Jan 24, 2025 IST | Bhumika
ચીની નાગરિકોએ ગુજરાત સહિત 20 રાજયોમાં 2200 કરોડનું ક્રિપ્ટોકરન્સી કૌભાંડ આચર્યું

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એPaytm, RazerPay, PayU,eBuzz અને અન્ય ચાર પેમેન્ટ કંપનીઓ સામે તપાસ શરૂૂ કરી છે. છેલ્લા બે વર્ષમાં EDએ આ કંપનીઓના ખાતામાં લગભગ 500 કરોડ રૂૂપિયા ફ્રીઝ કર્યા છે. કેટલાક ચીની નાગરિકો દ્વારા ભારતમાં ચલાવવામાં આવી રહેલા મોટા ક્રિપ્ટોકરન્સી કૌભાંડના સંદર્ભમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Advertisement

અખબારી અહેવાલ મુજબ ચીનની કંપનીએ 20 રાજ્યોમાં લોકો પાસેથી રૂૂ. 2,200 કરોડ એકત્ર કર્યા હતા. લોકોને ઇંઙણ ઝજ્ઞસયક્ષ નામની મોબાઈલ એપ દ્વારા બિટકોઈન સહિતની ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. આ પછી, ચીનની કંપનીએ પૈસા દેશની બહાર મોકલ્યા, જેનો એક ભાગ ED દ્વારા પેમેન્ટ ગેટવે સાથે ફ્રીઝ કરી દેવામાં આવ્યો છે.

આ કૌભાંડ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે આ કંપનીઓ મોટી રકમનો સોદો કરતી હતી. આ રકમ એક-બે દિવસ સુધી ગેટવે પાસે રહી, જે દરમિયાન ED અંદાજે રૂૂ. 500 કરોડને ફ્રીઝ કરવામાં સફળ રહી.
નાગાલેન્ડમાં PMLAકોર્ટે 22 જાન્યુઆરીએ દિલ્હીના રહેવાસી ભૂપેશ અરોરાને એજન્સી સમક્ષ હાજર થવાનો ઇનકાર કર્યા પછી તેને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કર્યો હતો. EDએ આ કૌભાંડમાં 298 લોકોની સંડોવણીના આરોપમાં ચાર્જશીટ દાખલ કરી છે. હાલમાં ED આ મામલે તપાસ કરી રહી છે.

Advertisement

આરબીઆઈના નિયમો અનુસાર, તમામ નાણાકીય સંસ્થાઓએ સમય સમય પર કંપનીના વ્યવહારોની જાણ આરબીઆઈને કરવી જરૂૂરી છે. RBI આ રિપોર્ટ ફાઈનાન્શિયલ ઈન્ટેલિજન્સ યુનિટ (ઋઈંઞ)ને પૂછપરછ માટે મોકલે છે. ED એ તપાસ કરી રહી છે કે શું Paytm અથવા અન્ય કંપનીઓએ આ મામલે રિપોર્ટ મોકલ્યો છે.

રિપોર્ટ અનુસાર, ઙફુઞના વર્ચ્યુઅલ એકાઉન્ટ્સમાં ફ્રીઝ કરાયેલી સૌથી વધુ 130 કરોડ રૂૂપિયા ઇંઙણ ટોકન કૌભાંડ સાથે સંબંધિત હતી. આ પછી Easebuzzના રૂૂ. 33.4 કરોડ, Razorpayના રૂૂ. 18 કરોડ, Cashfreeના રૂૂ. 10.6 કરોડ અને Paytmના રૂૂ. 2.8 કરોડ ફ્રીઝ કરવામાં આવ્યા છે. દિલ્હીમાં 84 બેંક ખાતાઓ સાથે 50 થી વધુ કંપનીઓ નોંધાયેલી છે. કર્ણાટકમાં 26 કંપનીઓના 37 બેંક ખાતા હતા. હરિયાણામાં 19 અને ઉત્તર પ્રદેશમાં 11 કંપનીઓ હતી. આ ઉપરાંત મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પણ કંપનીઓ મળી આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement