For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમેરિકામાં કૃષિ આતંકવાદના ચીનના ષડયંત્રનો પર્દાફાશ

11:17 AM Jun 04, 2025 IST | Bhumika
અમેરિકામાં કૃષિ આતંકવાદના ચીનના ષડયંત્રનો પર્દાફાશ

ઘઉં, જવ, મકાઈ, ડાંગર સહિતના પાકોમાં રોગ ફેલાવીને સંપૂર્ણ ખેતી તબાહ કરવા આવેલી મહિલાની ધરપકડ

Advertisement

અમેરિકાની કેન્દ્રીય તપાસ એજન્સી એફબીઆઈએ અમેરિકામાં ખતરનાક જૈવિક રોગકારકની દાણચોરી કરવા બદલ એક ચીની નાગરિકની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ ચીની નાગરિકનું નામ યુનકિંગ જિયાન છે. જિયાન પર અમેરિકામાં ખતરનાક જૈવિક રોગકારકની દાણચોરી કરવાનો આરોપ છે. એફબીઆઈના વડા કાશ પટેલે મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ કેસની માહિતી શેર કરી હતી.

પટેલે કહ્યું કે ધરપકડ કરાયેલ મહિલા યુનકિંગ જિયાન યુનિવર્સિટી ઓફ મિશિગનમાં કામ કરતી હતી. તેના પર કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના (સીસીપી) પ્રત્યે વફાદારી દર્શાવવાનો આરોપ છે અને તેને આ ફૂગ પર કામ કરવા માટે ચીની સરકાર તરફથી ભંડોળ પણ મળ્યું હતું. ચીની મહિલા પર જે રોગકારકની દાણચોરીનો આરોપ છે તેને વિજ્ઞાનની દુનિયામાં ‘સંભવિત કૃષિ આતંકવાદ શસ્ત્ર’ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે.

Advertisement

પટેલના જણાવ્યા મુજબ, જિયાન ‘ફ્યુઝેરિયમ ગ્રામીનેરમ’ નામની ખતરનાક ફૂગ અમેરિકા લાવ્યો હતો અને તેનો ઉપયોગ સંશોધન માટે કર્યો હતો. આ ફૂગને કૃષિ-આતંકવાદ એજન્ટ માનવામાં આવે છે જે ઘઉં, જવ, મકાઈ અને ડાંગર જેવા મુખ્ય પાકોમાં ‘હેડ બ્લાઈટ’ નામનો રોગ ફેલાવે છે. તે માત્ર પાકને ભારે નુકસાન પહોંચાડે છે, પરંતુ માનવો અને પ્રાણીઓના સ્વાસ્થ્ય માટે પણ ખતરનાક માનવામાં આવે છે. પટેલે લખ્યું, આ ફૂગ દર વર્ષે વિશ્વભરમાં અબજો ડોલરનું આર્થિક નુકસાન પહોંચાડવા માટે જવાબદાર છે.

તપાસ એજન્સીઓએ આ કેસમાં જિયાનના બોયફ્રેન્ડ જુન્યોંગ લિયુ પર પણ આરોપ લગાવ્યો છે, જે ચીનની એક યુનિવર્સિટીમાં કામ કરે છે. એવો આરોપ છે કે તેણે પહેલા ખોટું બોલ્યું હતુંપરંતુ બાદમાં કબૂલાત કરી હતી કે તે પણ ડેટ્રોઇટ મેટ્રોપોલિટન એરપોર્ટ દ્વારા આ જ ફૂગ અમેરિકા લાવ્યો હતો, જેથી તે મિશિગન યુનિવર્સિટીમાં સંશોધન કરી શકે.

જિયાન અને લિયુ બંને સામે કાવતરું, યુએસમાં ગેરકાયદેસર માલની દાણચોરી, ખોટા નિવેદનો આપવા અને વિઝા છેતરપિંડી જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આ સમગ્ર કેસની તપાસ FBI અને US Customs and Border Protection દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. કાશ પટેલે કહ્યું, CCP સતત એજન્ટો અને સંશોધકોને યુએસ સંસ્થાઓમાં મોકલી રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય આપણી ખાદ્ય પુરવઠા પ્રણાલીને નિશાન બનાવવાનો છે. આ અમેરિકાના નાગરિકો અને અર્થતંત્ર માટે ગંભીર ખતરો છે. આ મામલો એવા સમયે પ્રકાશમાં આવ્યો છે જ્યારે અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં સતત તણાવ વધી રહ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે તાજેતરમાં ચીની વિદ્યાર્થીઓ માટે વિઝા કડક કરવાની જાહેરાત કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement