For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભૂતાન સરહદે 3 ગામ વસાવી ચીન ઇન્ફ્રાસ્ટ્રકચર વધુ મજબૂત બનાવી રહ્યું છે

11:25 AM Feb 20, 2024 IST | Bhumika
ભૂતાન સરહદે 3 ગામ વસાવી ચીન ઇન્ફ્રાસ્ટ્રકચર વધુ મજબૂત બનાવી રહ્યું છે

ચીન મંત્રણાની આડમાં છરા મારવાથી બચતું નથી. એક તરફ તે ભૂટાન સાથે સીમા વિવાદની વાટાઘાટો કરી રહ્યો છે તો બીજી તરફ તે વિવાદિત વિસ્તારમાં ગામડાઓ પણ સ્થાપી રહ્યો છે. હોંગકોંગની સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે દાવો કર્યો છે કે ચીને ભૂતાન સરહદ પર ઓછામાં ઓછા ત્રણ ગામો વસાવી લીધા છે. આ સિવાય તે હાલમાં ભારત અને ભૂતાન બોર્ડર પર વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની યોજના બનાવી રહી છે. ચીનની આવી હરકતોને કારણે ભારત સાથે તેના સંબંધો તંગ બની રહ્યા છે.

Advertisement

2017માં ચીને ડોકલામમાં સિલીગુડી કોરિડોર પાસે રોડ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી ભારત સાથે તણાવ વધી ગયો. ભારતના દબાણને કારણે તેણે પોતાનો પ્લાન કેન્સલ કરવો પડ્યો હતો. રિપોર્ટમાં ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના અધિકારીઓના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, ભૂતાન સરહદ પર જે વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે તે ગરીબી દૂર કરવા માટે શરૂૂ કરવામાં આવ્યું છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 18 ચીની નાગરિકોના પરિવારો હવે વિવાદિત વિસ્તારમાં બનેલા મકાનોમાં પ્રવેશવાની રાહ જોઈ રહ્યા છે. આ વિસ્તારને લઈને ચીનનો ભૂટાન સાથે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ચીનમાં આવા ગામડાઓની પુષ્ટિ સેટેલાઇટ ફોટામાં પણ કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તિબેટ સ્વાયત્ત પ્રદેશે છેલ્લા વર્ષમાં સરહદી ગામોને વિકસાવવામાં કોઈ કસર છોડી નથી. ગયા વર્ષે ડિસેમ્બરમાં તિબેટના શિગાત્સેથી 38 પરિવારો અહીં આવીને સ્થાયી થયા હતા.

Advertisement

અમેરિકાની મેક્સર ટેક્નોલોજીએ લીધેલા ફોટોગ્રાફ્સમાં પણ આ વિસ્તારમાં ગામડાની સ્થાપનાની પુષ્ટિ થઈ હતી. તે જ સમયે, ભૂતાનનું વલણ આ મામલે તટસ્થ દેખાઈ રહ્યું છે. ભૂટાને કહ્યું છે કે ચીન સાથે વાતચીત દ્વારા થિમ્પુ વિવાદનો ઉકેલ લાવવાના પ્રયાસો ચાલુ છે. ભૂટાને ચોક્કસપણે ભારતના વખાણ કર્યા છે. ભૂટાનનું કહેવું છે કે ભારત મોટા વિસ્તારમાં વિકાસના કામને સમર્થન આપી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement