બાંગ્લાદેશથી ભારતમાં ઘુસતા માતા-પુત્રી પર BSFનો ગોળીબાર, સગીરાનું મોત
ત્રિપુરા બોર્ડર પર બનાવ, માતા-દલાલો ફરાર
બાંગ્લાદેશની એક 13 વર્ષની હિન્દુ છોકરી ત્રિપુરામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે ગોળીબાર થયો હતો. જેમાં તેનુ મોત નિપજયું હતુ. બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને ઉથલાવી દીધા પછી, હિંદુઓ સહિત અન્ય લઘુમતીઓ પર અત્યાચારો થઈ રહ્યા છે.
તેઓ બચવા માટે ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. અગાઉ પણ સરહદ પર એવી તસવીરો સામે આવી હતી કે લોકો સરહદ પાર કરીને ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હવે, ત્રિપુરામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર, બાંગ્લાદેશની એક 13 વર્ષની હિન્દુ છોકરી કથિત રીતે ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (ઇજઋ)એ તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફાયરિંગમાં તેનું મોત થયું.
ઘટનાના 45 કલાક પછી મંગળવારે મોડી રાત્રે ઇજઋએ બાંગ્લાદેશી યુવતીનો મૃતદેહ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (ઇૠઇ)ને સોંપ્યો હતો. તેણીની ઓળખ 13 વર્ષની સ્વર્ણ દાસ તરીકે થઈ હતી.
શિકદારે કહ્યું કે પરિસ્થિતિનો સામનો કરવા માટે ઇૠઇ અને ઇજઋ વચ્ચે ફ્લેગ મીટિંગ બોલાવવામાં આવી હતી. પોરેન્દ્રએ કહ્યું કે સ્વર્ણા અને તેની માતા ત્રિપુરામાં રહેતા તેમના મોટા પુત્રને મળવા ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેને બે સ્થાનિક દલાલોની મદદ મળી હતી. જ્યારે તેઓ રવિવારે રાત્રે લગભગ 9 વાગે ભારતીય સરહદ પર પહોંચ્યા ત્યારે ઇજઋ જવાનોએ ગોળીબાર શરૂૂ કરી દીધો, જેના કારણે સ્વર્ણનું તાત્કાલિક મોત થયું. સ્વર્ણાની માતા ગોળી લાગવાથી બચી ગઈ હતી.