બ્રિટનના 102 વર્ષના મેનેટ બેલીએ કર્યુ સ્કાય ડાઇવિંગ
બીજા વિશ્ર્વયુદ્ધમાં રોયલ નેવલ સર્વિસનો ભાગ હતા
બ્રિટનના સફોલ્કના બેનહોલ ગ્રીનમાં રહેતાં મેનેટ બેલીએ 102 દિવાળી જોઈ છે. બીજા વિશ્વયુદ્ધ ટાણે મિસ્રમાં તેઓ મહિલાઓની રોયલ નેવલ સર્વિસનો ભાગ હતાં અને હવે બ્રિટનનાં સૌથી વધુ વયનાં સ્કાય-ડઇવર બન્યાં છે. રવિવારે તેમનો જન્મદિવસ હતો ત્યારે તેમણે બેકલ્સની ઉપર ઊડતા વિમાનમાંથી છલાંગ મારીને સ્કાય-ડાઇવિંગ કર્યું હતું. સ્કાય-ડાઇવિંગ કરીને મેનેટે 2017માં હેસ નામના 101 વર્ષની વ્યક્તિનો રેકોર્ડ તો તોડી જ નાખ્યો છે, પણ સાથોસાથ 3 સંસ્થા માટે 11.6 લાખ રૂૂપિયાનું દાન પણ ભેગું કરી લીધું છે.
આ રકમનો ઉપયોગ ઈસ્ટ એન્ગ્લિયન ઍર ઍમ્બુલન્સ, મોટર ન્યુરોન ડિસીઝ અસોસિયેશન અને પોતાના સ્થાનિક બેનહોલ અને સ્ટર્નફીલ્ડ ભૂતપૂર્વ સૈનિકો માટે કરવામાં આવશે. 85 વર્ષના સ્કાય-ડાઇવરની વાત સાંભળીને તેમને પણ આવું કરવાની ઇચ્છા થઈ હતી. ઉંમરની સદી પૂરી કરી ત્યારે તેમણે 210ની સ્પીડે ફેરારી કાર દોડાવી હતી.