For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાનનામાં મોટો આત્મઘાતી હુમલો: પાંચ ચીની નાગરિકો સહિત 6ના મોત, સુસાઈડ બોમ્બર બનીને આવ્યો હતો હુમલાખોર

05:57 PM Mar 26, 2024 IST | Bhumika
પાકિસ્તાનનામાં મોટો આત્મઘાતી હુમલો  પાંચ ચીની નાગરિકો સહિત 6ના મોત  સુસાઈડ બોમ્બર બનીને આવ્યો હતો હુમલાખોર

Advertisement

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મોટો આત્મઘાતી હુમલો થયો છે. શાંગલા જિલ્લામાં આ હુમલામાં પાંચ ચીની નાગરિકો સહિત છ લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ આત્મઘાતી હુમલો ચીની નાગરિકોના વાહનોને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે. આ આત્મઘાતી હુમલો એવા સમયે થયો છે જ્યારે થોડા કલાકો પહેલા જ બલૂચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ બેઝ પર આતંકી હુમલો થયો હતો. જેમાં એક જવાનનું મોત થયું હતું. સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઠાર કર્યા છે.

મળતી માહિતી અનુસાર, ખૈબર પખ્તુનખ્વાના શાંગલાના બિશામ તહસીલમાં વિસ્ફોટકોથી ભરેલા વાહને બીજા વાહનને ટક્કર મારી હતી, જે બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના કારણે તેમાં આગ લાગી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વાહનને નિશાન બનાવવામાં આવ્યું તેમાં ઘણા ચીની નાગરિકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી 5 લોકોના મોત થયા છે. તે જ સમયે, અન્ય એક નાગરિકનું પણ મૃત્યુ થયું છે.

Advertisement

તમને જણાવી દઈએ કે છેલ્લા બે-ત્રણ વર્ષમાં પાકિસ્તાનમાં ચીની નાગરિકો પર હુમલા વધી ગયા છે. અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ હુમલા થઈ ચૂક્યા છે. આ હુમલામાં અત્યાર સુધીમાં અનેક ચીની નાગરિકોના મોત થયા છે. મોટાભાગના હુમલા ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન વિસ્તારોમાં કરવામાં આવ્યા છે. તાજેતરના હુમલા પર ચીન તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. અત્યાર સુધી કોઈએ હુમલાની જવાબદારી લીધી નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement