For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિદાય પહેલાં ભારત સાથે 1.17 અબજ ડોલરના સંરક્ષણ સોદાને બાઇડનની મંજૂરી

11:09 AM Dec 03, 2024 IST | Bhumika
વિદાય પહેલાં ભારત સાથે 1 17 અબજ ડોલરના સંરક્ષણ સોદાને બાઇડનની મંજૂરી
Advertisement

અમેરિકી કંપનીઓ પાસેથી MH-60R હેલિકોપ્ટર ઉપરાંત અગત્યના સંરક્ષણ ઉપકરણોથી ભારતની લશ્કરી તાકાત વધશે

અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેનનો કાર્યકાળ પૂરો થવામાં હવે થોડા જ અઠવાડિયા બાકી છે. બિડેને તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા ભારતના દૃષ્ટિકોણથી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને સંરક્ષણ સોદાને મંજૂરી આપી છે. આ સંરક્ષણ સોદા હેઠળ ભારતને અમેરિકન કંપનીઓ પાસેથી MH-60R મલ્ટી-મિશન હેલિકોપ્ટરના મહત્વપૂર્ણ સંરક્ષણ સાધનો મળશે, જે ભારતની સુરક્ષાને મજબૂત બનાવશે. આ ડીલ અંદાજે 1.17 બિલિયનની છે. રાષ્ટ્રપતિ બિડેને યુએસ કોંગ્રેસને પણ પોતાના નિર્ણયની જાણકારી આપી છે.

Advertisement

બિડેન સરકારનો ભારતને મોટા સંરક્ષણ સાધનો વેચવાનો નિર્ણય તેની મુદત પૂરી થવાના થોડા દિવસો પહેલા આવ્યો છે. આ નિર્ણયથી ભારતને રાહત મળી છે કારણ કે જો બિડેન પ્રશાસને આ સોદાને મંજૂરી ન આપી હોત તો નવી સરકારની રચના પછી તેને મંજૂરી આપવામાં વધુ સમય લાગી શક્યો હોત. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરી, 2025ના રોજ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આ ડીલ હેઠળ ભારતને 30 મલ્ટીફંક્શન ઈન્ફોર્મેશન ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ જોઈન્ટ ટેક્ટિકલ રેડિયો સિસ્ટમ્સ પણ મળશે. તેમાં અદ્યતન ડેટા ટ્રાન્સફર સિસ્ટમ, એક્સટર્નલ ફ્યુઅલ ટેન્ક, ફોરવર્ડ લુકિંગ ઈન્ફ્રારેડ સિસ્ટમ, ઓપરેટર મશીન ઈન્ટરફેસ, વધારાના ક્ધટેનર વગેરે હશે, તેની સાથે ડિઝાઈન, મેન્યુફેક્ચરિંગ અને ટેસ્ટિંગમાં મદદ પણ અમેરિકા દ્વારા આપવામાં આવશે.

આ ડીલ હેઠળ અમેરિકન ડિફેન્સ કંપની લોકહીડ માર્ટિન અને મિશન સિસ્ટમ્સ દ્વારા સંરક્ષણ ઉપકરણોની સપ્લાય કરવામાં આવશે. આ હથિયારોના વેચાણ અને ટેકનિકલ સહાય માટે 20 યુએસ સરકારી કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ કંપનીઓના 25 પ્રતિનિધિઓ ભારતની મુલાકાત લેશે. અમેરિકી સરકારના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આનાથી અમેરિકાના વ્યૂહાત્મક સહયોગી ભારતની સંરક્ષણ તૈયારીઓ મજબૂત થશે.

ઇઝરાયેલી બંધકોને છોડી મૂકો નહીં તો વિનાશ સર્જીશ: ટ્રમ્પની ધમકી

નવા ચૂંટાયેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો ગાઝા પટ્ટીમાં બંધક બનાવવામાં આવેલા ઈઝરાયલીઓને 20 જાન્યુઆરીએ તેમના શપથ ગ્રહણ પહેલા છોડવામાં નહીં આવે તો મધ્ય પૂર્વના દેશોમાં તેઓ વિનાશ વેરશે. ઈઝરાયલના આંકડાઓ અનુસાર, ગયા વર્ષે ઈઝરાયલ પર હુમલા દરમિયાન હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલી-અમેરિકન નાગરિકો સહિત 250થી વધુ લોકોને બંધક બનાવી લીધા હતા. ગાઝામાં હજુ પણ 101 જેટલાં વિદેશી અને ઇઝરાયલી બંધકોમાંથી લગભગ અડધા જીવીત હોવાનો અંદાજ છે. ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું, પજો 20 જાન્યુઆરી, 2025 સુધીમાં બંધકોને છોડવામાં નહીં આવે તો મધ્ય પૂર્વમાં તબાહી સર્જાશે. માનવતા વિરુદ્ધ આ અત્યાચાર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું, જે લોકોએ આવું કર્યું તેમને અમેરિકાના ઈતિહાસની સૌથી મોટી સજા આપવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે જો યોગ્ય સમયે કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમેરિકા એવી સજા આપશે જે આજ સુધી કોઈને મળી નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement