For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારત એક પ્રયોગશાળા: બિલ ગેટ્સના વિધાનથી હોબાળો

11:43 AM Dec 04, 2024 IST | Bhumika
ભારત એક પ્રયોગશાળા  બિલ ગેટ્સના વિધાનથી હોબાળો
Advertisement

ખોટા શબ્દના ઉપયોગથી માઇક્રોસોફટના સંસ્થાપકનો સોશિયલ મીડિયામાં ઝાટકણી

માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે ભારતને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમના નિવેદન બાદ ભારતમાં લોકો ગુસ્સે થયા છે. તેણે ભારત માટે પ્રયોગશાળા શબ્દનો ઉપયોગ કર્યો છે, જેના કારણે સમગ્ર વિવાદ શરૂૂ થયો છે. એવું માનવામાં આવે છે કે બિલ ગેટ્સ કંઈક બીજું કહેવા માંગતા હતા, પરંતુ ખોટા શબ્દોના ઉપયોગથી તેમના શબ્દોનો અલગ અર્થ થયો.

Advertisement

પોડકાસ્ટમાં બોલતા, બિલ ગેસ્ટએ ભારતના વિકાસ પર લાંબી વાત કરી. તેમણે કહ્યું કે ભારત એક એવો દેશ છે જ્યાં વસ્તુઓ ક્યારેક મુશ્કેલ હોઈ શકે છે - પરંતુ આરોગ્ય, પોષણ અને શિક્ષણના ક્ષેત્રોમાં પ્રગતિ દેખાઈ રહી છે. ભારતની સ્થિરતા અને સરકારની આવકમાં વધારા સાથે, અમે જોઈ શકીએ છીએ કે આગામી 20 વર્ષમાં અહીંના લોકો વધુ સારી સ્થિતિમાં હશે. વાસ્તવમાં આ દેશ એક પ્રકારની પ્રયોગશાળા છે જ્યાં તમે વસ્તુઓ અજમાવી શકો છો અને જ્યારે તે ભારતમાં સફળ થાય છે, ત્યારે તે વસ્તુઓને અન્ય સ્થળોએ લઈ જઈ શકાય છે.

હવે આ નિવેદન બાદ જ વિવાદ શરૂૂ થયો હતો અને ઘણા ભારતીયોએ બિલ ગેટ્સને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કર્યા હતા. આ લોકોએ દલીલ કરી હતી કે માઇક્રોસોફ્ટના સ્થાપકે જે દેશ પાસેથી આટલું બધું મેળવ્યું છે તેના વિશે આવા શબ્દોનો ઉપયોગ કરીને ભારતનું અપમાન કર્યું છે. મોટી વાત એ છે કે એવા સમયે જ્યારે ઘણા લોકો ગેટ્સને ટ્રોલ કરી રહ્યા હતા ત્યારે કેટલાક સપોર્ટ પણ આવ્યા હતા. તેને સલાહ આપવામાં આવી હતી કે વીડિયોને સંપૂર્ણ રીતે જોવાની જરૂૂર છે.

હજુ સુધી આ વિવાદ પર માઈક્રોસોફ્ટ દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી, ભારત સરકારે પણ પોતાને તેનાથી દૂર રાખ્યા છે. મોટી વાત એ છે કે આ વર્ષે પીએમ મોદીએ બિલ ગેટ્સ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી,
જેમાં અઈંની શક્તિ અને તેના દુરુપયોગ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મોદી સાથે બિલ ગેટ્સની ચર્ચા અહીં વાંચો

Advertisement
Tags :
Advertisement
Advertisement