ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સાવધાન, ડ્રેગન બનાવી રહ્યું છે સુપર સોલ્જર

11:26 AM Jul 21, 2025 IST | Bhumika
Advertisement

AIની મદદથી જીનેટિકલી મોડિફાઈડ સુપર સોલ્જર્સ બનાવી રહ્યાનો અમેરિકન ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારીનો દાવો

Advertisement

હોલિવૂડમાં વર્ષ 1992માં યુનિવર્સિલ સોલ્જર નામની ફિલ્મ આવી હતી, જેમાં માણસ અને રોબોટના સંયોજનથી અમેરિકાએ સુપર સોલ્જર બનાવ્યા હોવાનું દર્શાવાયું હતું. આજના આધુનિક યુગમાં ચીન એઆઈના ઉપયોગથી જીનેટિકલી મોડીફાઈડ સુપર સોલ્જર બનાવી રહ્યું છે અને તેના આ પ્રયોગ અંગે દુનિયા અંધારામાં હોવાનો એક ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારીએ દાવો કર્યો છે.

અમેરિકન સંરક્ષણ વિભાગના નિવૃત્ત અધિકારી નિકોલસ એફ્ટિમિઆડેસે જણાવ્યું કે, ચીન સુપર સોલ્જર બનાવવા પ્રયોગ કરી રહ્યું છે. દુનિયાના અન્ય દેશો પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને જીનેટિકલી મોડીફાઈડ સુપર સોલ્જર્સ બનાવવા માટે ઘણા સમયથી પ્રયોગો કરી રહ્યા છે. દુનિયા માટે આ પ્રકારના પ્રયોગોની વાત નવી નથી, પરંતુ ચીનના સંદર્ભમાં ચિંતાજનક બાબત એ છે કે ચીનના પ્રયોગો અંગે દુનિયા સંપૂર્ણપણે અંધારામાં છે.

અમેરિકન સેનેટર માર્ક વોર્નરે થોડા સમય પહેલાં કહ્યું હતું કે, ચીન હોલિવૂડની સાયન્સ ફિક્શન ફિલ્મની જેમ તેના સૈનિકોની ક્ષમતા વધારવા માટે તેમના ડીએનએમાં ચેડાં કરીને સુપર સોલ્જર બનાવી રહ્યું છે. સેનેટર વોર્નરના દાવાઓના સંદર્ભમાં એફ્ટિમિઆડેસે જણાવ્યું કે, ચીનના સુપર સોલ્જર પ્રયોગો અંગે આપણે કશું જ જાણતા નથી. ચીનના સૈન્ય અધિકારીઓએ આ પ્રયોગોમાં કેટલીક સફળતા મેળવી છે તેનો આપણને કોઈ ખ્યાલ નથી. આપણા માટે ચિંતાજનક બાબત એ છે કે આ પ્રયોગો ચીનના પીપલ્સ લિબરેશન આર્મીની દેખરેખ હેઠળ થઈ રહ્યા છે.

જોકે, એફ્ટિમિઆડેસે જણાવ્યું કે, ચીનના સંશોધનો આશાસ્પદ છે, પરંતુ જનીનના વિભાજન અથવા વ્યક્તિત્વ પરિવર્તનના પ્રયત્નોમાં તેમને કેટલી સફળતા મળી છે તે અંગે આપણે બહુ ઓછું જાણીએ છીએ.
તેઓ ઘણા સમયથી એ બાબતનો અભ્યાસ કરી રહ્યા છે કે શારીરિક અને માનસિક રીતે વધુ શ્રેષ્ઠ માણસ બનાવવા માટે શું માણસની વર્તણૂક અને માનસિક્તા બદલી શકાય? જોકે, તેમના આ પ્રયોગો અંગે દુનિયા અંધારામાં છે.

અમેરિકા સાથે વેપાર વાટાઘાટો મુદ્દે તંગદિલી અને રશિયા સાથે તેના જોડાણ વચ્ચે ચીન આફ્રિકા અને દુનિયામાં અન્ય સ્થળો પર સૈન્ય સંસ્થાનો સ્થાપી રહ્યું છે તેવા સમયમાં સુપર સૈનિકો અંગે ચીનના પ્રયોગો નિશ્ચિતરૂૂપે ચિંતા ઉપજાવે તેવા છે. જોકે, ચીનના દૂતાવાસના પ્રવક્તા લિયુ પેન્ગ્યુએ સુપર સોલ્જર્સ અંગેના અહેવાલો અંગે પોતે અજાણ હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે, ચીનનો વિકાસ શાંતિ માટે દુનિયાના દળોને વધુ મજબૂત બનાવશે. ચીનના સંશોધનો વિકાસના કોઈપણ તબક્કે હોય તે ક્યારેય દુનિયા પર વર્ચસ્વ સ્થાપવા અથવા વિસ્તરણવાદમાં જોડાશે નહીં.

Tags :
ChinaChina newssuper soldierworldWorld News
Advertisement
Next Article
Advertisement