બાંગ્લાદેશની પૂર્વ પીએમ ખાલિદા ઝિયાની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ
લિવર સિરોરિસ, આર્થરાઈટિસ, ડાયાબિટીસ જેવી સમસ્યાઓનો શિકાર છે
બાંગ્લાદેશની પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાને ગુરુવારે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. 79 વર્ષીય બાંગ્લાદેશ નેશનલલિસ્ટ પાર્ટી (બીએનપી)ની અધ્યક્ષ પોતાના આવાસથી રાત્રે દોઢ વાગ્યાના સુમારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. બીએનપી પક્ષ તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે તેઓના ફિઝિશિયલે મેડિકલ બોર્ડને કેટલાક ટેસ્ટ કરાવવા કહ્યું છે.
ખાલિદા ઝિયાના ખાનગી ફિઝિશિયને કહ્યું કે, મેડિકલ ટેસ્ટના પરિણામોની સમીક્ષા પછી તેઓની સારવારની તારીખ નક્કી કરવામાં આવશે. 21 ઓગસ્ટે ખાલિદા ઝિયા 45 દિવસની સારવાર માટે ઘરે પરત આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ વર્ષથી બાંગ્લાદેશના પૂર્વ પીએમ નજરકેદ હતા. આ વર્ષે છઠ્ઠી ઓગસ્ટે રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનના આદેશ પછી તેઓને મુક્ત કરવામાં આવ્યાં હતા.
પાંચમી ઓગસ્ટે શેખ હસીનાની આગેવાની ધરાવતી અવામી લીગના પતન પછી ખાલિદા ઝિયાને તેઓની વિરુદ્ધ તમામ આરોપોમાંથી મુક્ત કરી દેવામાં આવ્યાં છે.બાંગ્લાદેશની બીએનપી પાર્ટીના પ્રમુખ બેગમ ખાલિદા ઝિયા લાંબા સમયથી જુદીજુદી બીમારીઓથી ઝઝૂમી રહ્યાં છે. જેમાં લિવર સિરોરિસ, આર્થરાઈટિસ, ડાયાબિટીસ જેવી સમસ્યાઓ સામેલ છે. 23 જૂને તેઓની છાતીમાં પેસમેકર લગાવવામાં આવ્યું હતું. વર્ષ-થતા તેઓના ડોકટર તેઓને વિદેશ મોકલવાની ભલામણ કરી રહ્યા છે. આ મહિને ખાલિદા જિયાને પાંચ જુદીજુદી કેસમાં મુક્ત કરી દેવામાં આવ્યાં હતાં.
મહત્ત્વનું છે કે, ખાલિદા ઝિયા વર્ષ-1991થી 1996 અને 2001થી 2006 સુધી બાંગ્લાદેશનું પીએમ પદ સંભાળ્યું હતું.