ઓગસ્ટમાં પર્સિડ ઉલ્કાવર્ષાનો નજારો જોઈ ખગોળપ્રેમીઓ રોમાંચિત
12:11 PM Aug 13, 2024 IST | admin
ઓગસ્ટમાં પર્સિડ ઉલ્કાવર્ષાનો નજારો જોઈ ખગોળપ્રેમીઓ રોમાંચિતખગોળિય ક્ષેત્રે અવારનવાર કુદરતના અદ્ભુત દ્રશ્યો જોવા મળે છે. આવી જ ઘટના છે ‘પ્રર્સિડ ઉલ્કાવર્ષા’ ઓગસ્ટ માસમાં પર્સિડ ઉલ્કાવર્ષાની અદ્ભુત તસ્વીરો ઝડપવા વિશ્ર્વભરના તસવીરકારોમાં ભારે રોમાંચ જોવા મળે છે. આવી ઉત્તમ તસવીરોના નજારામાં દક્ષિણ-પૂર્વ તૂર્કીના આદિમાનમાં માઉન્ટ નેમરૂતના પુરાતત્વીય સ્થળ પર વિશાળ પથ્થરની શિલ્પો ઉપર ઉલ્કાના પટ્ટા તથા અન્ય તસવીરમાં મેસેડોનિયામાં કોઝનીક તળાવ પર ઉલ્કાઓ, 43 તસવીરોનું મિશ્રણ કરી વિવિધ સ્તરવાળી છબી વિલ્ટશાયરના સ્ટોનહેજની જોવા મળે છે. આ ઉપરાંત મલ્ટામાં 17મી સદીના દરિયાકાંઠાના કિલ્લેબંધી સેન્ટમાર્ક ટાવરની પાછળનો નજારો તથા પોલેન્ડની રાત્રિની ઉલ્કા લહેર નજરે પડે છે.
Advertisement
Advertisement