ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની હત્યા

11:36 AM Mar 18, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

અમેરિકામાં અજાણ્યા હુમલાખોરોએ આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લાના એક વિદ્યાર્થીની હત્યા કરી હતી. બોસ્ટન યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા 20 વર્ષીય પરચુરી અભિજિતનો મૃતદેહ એક કારમાં જંગલની અંદર હતો અને તેના હત્યારાઓએ તેને ત્યાં જ છોડી દીધો હતો. તેઓ તેમના માતા-પિતા પરચુરી ચક્રધર અને શ્રીલક્ષ્મીના એકમાત્ર પુત્ર હતા.
પરિવારે જણાવ્યા પ્રમાણે તે બોસ્ટન યુનિવર્સિટીનો સ્ટુડન્ટ હતો. બીજા સ્ટુડન્ટ સાથે કોઈ ઝઘડામાં તેની હત્યા કરવામાં આવી હોય તેવું માનવામાં આવે છે. પોલીસે જણાવ્યું કે પરુચુરી અભિજિતનું મર્ડર કર્યા પછી હત્યારાઓ તેના બોડીને જંગલમાં એક કારમાં મૂકી ગયા હતા.

Advertisement

પોલીસના જણાવ્યા મુજબ અભિજિતના ડોલર અને તેની પાસેના લેપટોપ માટે પણ હત્યા કરવામાં આવી હોય તેવી સંભાવના છે. અભિજિતનો ઘણા સમય સુધી પત્તો ન મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મોબિલ ફોનના સિગ્નલના આધારે જંગલમાંથી તેનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. તેની હત્યા બીજા સ્ટુડન્ટ સાથે કોઈ ડખો થવાના લીધે થઈ હોવાની શક્યતા છે.

Tags :
AmericaAmerica newsindiaindia newsIndian student murderworldWorld News
Advertisement
Advertisement