For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એમેઝોન 14000 મેનેજરોને છૂટા કરી 3.6 અબજ બચાવશે

05:24 PM Mar 19, 2025 IST | Bhumika
એમેઝોન 14000 મેનેજરોને છૂટા કરી 3 6 અબજ બચાવશે

Advertisement

ઈ-કોમર્સ કંપની એમેઝોન 2025 ની શરૂૂઆત સુધીમાં લગભગ 14,000 મેનેજર પદોને દૂર કરવાની યોજના બનાવી રહી છે, જેથી કંપની વાર્ષિક 2.1 બિલિયનથી 3.6 બિલિયન ડોલર બચાવી શકે.

વિશ્વભરમાં કંપનીની ઓફિસોમાં મેનેજમેન્ટ વર્કફોર્સમાં 13 ટકાનો ઘટાડો કર્યા પછી મેનેજરોની સંખ્યા 105770 થી ઘટીને 91,936 થઈ જશે. ઓછા મેનેજરો હોવાથી બિનજરૂૂરી ઓર્ગેનાઇજેશનલ લેયર્સ દૂર થશે અને કંપનીના ગ્રોથમાં મદદ મળશે.

Advertisement

અગાઉ એમેઝોનના કોમ્યુનિકેશન્સ અને સસ્ટેનેબિલિટી યુનિટમાંથી પણ કર્મચારીઓને તાજેતરમાં છૂટા કરવામાં આવ્યા હતા કારણ કે કંપની તેની ટીમોનું પુનર્ગઠન કરીને કામગીરીને સરળ બનાવવા માંગે છે.

બિઝનેસ ઇનસાઇડરના જણાવ્યા અનુસાર કંપનીમાં છટણી સીઈઓ એન્ડી જેસીના નિર્દેશ પર કરવામાં આવી રહી છે. આ તેમની કાર્યક્ષમતા વધારવા અને નિર્ણય લેવાની પ્રક્રિયાને સરળ બનાવવાની વ્યૂહરચના સાથે સુસંગત છે. જેસીએ વર્ષ 2025 ના પ્રથમ ત્રિમાસિક ગાળા સુધીમાં વ્યક્તિગત યોગદાન આપનારાઓ અને મેનેજરોના ગુણોત્તરને ઓછામાં ઓછા 15 ટકા સુધી વધારવાનું લક્ષ્ય રાખ્યુ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement