For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માઇક્રોસોફ્ટનું સર્વર ઠપ્પ થતાં દુનિયાભરમાં હડકંપ, વિમાન, બૅંક, ફોન, સ્ટોક માર્કેટ જેવી તમામ સેવાઓ ખોરવાઈ

01:38 PM Jul 19, 2024 IST | Bhumika
માઇક્રોસોફ્ટનું સર્વર ઠપ્પ થતાં દુનિયાભરમાં હડકંપ  વિમાન  બૅંક  ફોન  સ્ટોક માર્કેટ જેવી તમામ સેવાઓ ખોરવાઈ
Advertisement

વિશ્ર્વભરમાં સેવાઓ પુરી પાડતા માઈક્રોસોફ્ટનું નેટવર્ક આજે અચાનક જ ઠપ થઈ જતાં વિશ્ર્વભરમાં તેની અસર થવા પામી છે. અને વિશ્ર્વ આખામાં વિમાની સેવાઓ ઠપ થઈ જતાં એરપોર્ટો ઉપર અંધાધુંધી જેવી સ્થિતિ સર્જાયેલ છે. જ્યારે વ્યવસ્થા જાળવવા ફરી મેન્યુઅલ સિસ્ટમો શરૂ કરવામાં આવી છે. આ સિવાય રેલવે, બેંકીંગ, એટીએમ સેવાઓ તેમજ શેરબજારને પણ અસર થવા પામી છે. અચાનક જ સર્જાયેલ આ ક્ષતિથી વિશ્ર્વભરમાં અફડાતફડી મચી જવા પામી છે. ભારતમાં પણ અનેક સેક્ટર ઉપર અસર થવાથી કેન્દ્ર સરકાર માઈક્રોસોફ્ટના સંપર્કમાં હોવાનું જણાવાયું છે.

મળતી માહિતી અનુસાર ટેક્નિકલ ખામીને કારણે વિમાનોના સંચાલનમાં તકલીફ ઊભી થઈ છે. અનેક કંપનીઓના વિમાનો ઉડાન ભરી શકી રહ્યા નથી. ભારત અને અમેરિકા સહિત દુનિયાભરની અનેક એરલાઇન્સ વિમાન સેવાઓ ઠપ થઈ ગઈ છે. માઈક્રોસોફ્ટના સર્વરમાં ખામીઓને કારણે ઉડાન સેવાઓ પ્રભાવિત થઈ છે.
અનેક કંપનીઓના વિમાન ઉડાન ભરી શકી રહ્યા નથી. સ્પાઈસજેટ અને ઈન્ડિગોએ પણ આ પ્રકારની સમસ્યાનો હવાલો આપ્યો હતો. ફક્ત વિમાન સેવાઓ જ નહીં પણ અનેક દેશોમાં બેન્કિંગ સેવાઓથી લઈને ટિકિટ બુકિંગ અને સ્ટોક એક્સચેન્જ ઉપર પણ અસર થઇ છે.

Advertisement

દુનિયાભરમાં તમામ લોકોની વિન્ડોઝ સિસ્ટમ પર બ્લૂ સ્ક્રીનની ખામી દેખાઈ રહી છે. માઈક્રોસોફ્ટના સર્વર ઠપ થવાને કારણે આખી દુનિયામાં બેન્કોથી માંડીને એરલાઇન્સ સુધીની સર્વિસિઝને અસર થઇ છે. કંપનીના ફોર્મ પર પિન મેસેજ અનુસાર ઘણાં વિન્ડોઝ યૂઝરને બ્લૂ સ્ક્રીન ઓફ ડેટ (ઇજઘઉ) એરર દેખાઈ રહી છે.
આ ખામી તાજેતરની ક્રાઉડ સ્ક્રાઈક અપડેટ બાદ આવી છે. તેમાં ખામી સર્જાતા મોટી સંખ્યામાં લોકોને અસર થઈ છે. માઈક્રોસોફ્ટે આ મામલે જાણકારી શેર કરી હતી. શુક્રવારે સવારે તેની ક્લાઉડ સર્વિસિઝ અવરોધિત થવાને કારણે દુનિયાભરમાં અનેક વિસ્તારોમાં ખામી સર્જાઈ હતી. તેના કારણે એરલાઈન્સની ઉડાનો પ્રભાવિત થઇ હતી. ભારત, અમેરિકા સહિત અનેક દેશોમાં વિમાનોની ઉડાનો પર આ આઉટેજની અસર દેખાઈ.

માઈક્રોસોફ્ટના સર્વિસ હેલ્થ સ્ટેટ્સ અપડેટ મુજબ આ ખામીની શરૂૂઆત એઝર બેકેંડ વર્કલોડના કોન્ફીગ્રેશનમાં કરેલા એક ફેરફારને કારણે થઈ હતી. જેના લીધે સ્ટોરેજ અને કમ્યુટર રિસોર્સિસ વચ્ચે અવરોધ પેદા થયો અને આ કારણે કનેક્ટિવિટી ફેલિયરની સમસ્યા સર્જાઈ.

માહિતી અનુસાર ક્રાઉડ સ્ક્રાઈકે ભૂલ સ્વીકારી હતી અને તે આ ખામીની તપાસ કરી રહી છે. આ મામલે વધુ માહિતી આપતા જણાવ્યું કે અમને આ એરરની માહિતી મળી છે. તે વિન્ડોઝની મોટાભાગની સિસ્ટમમાં દેખાઈ રહી છે. ઘણાં યૂઝર્સ તેના વિશે ફરિયાદ કરી રહ્યા છે. આ ખામીને કારણે લાખો યૂઝર્સ પ્રભાવિત થયા છે. અનેક યૂઝર્સ ફરિયાદ કરી રહ્યા છે કે તેમની સિસ્ટમ કાં તો શટડાઉન થઈ છે કે પછી તેમને બ્લૂ સ્ક્રિન દેખાઈ રહી છે. તેની અસર પ્રમુખ બેન્ક, ઈન્ટરનેશનલ એરલાઈન્સ, જીમેઈલ, એમેઝોન અને બીજી ઈમરજન્સી સર્વિસ પર થઇ રહી છે.

માહિતી અનુસાર સાઈબર સિક્યોરિટી પ્લેટફોમર ક્રાઉડ સ્ટ્રાઈકમાં ખામીને કારણે સેવાઓ પ્રભાવિત થઈ છે. ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી એરલાઈન્સ કંપનીઓ કહે છે કે સર્વરમાં ખામીને કારણે જ સેવાઓ ઠપ છે. એરપોર્ટ પર ચેક ઈન અને ચેક આઉટ સિસ્ટમ ઠપ થઈ ગઇ છે. બુકિંગ સેવા પણ પ્રભાવિત થઇ છે. જેના લીધે સૌથી વધુ અમેરિકન વિમાન સેવા પર અસર થઇ છે.

માઈક્રોસોફ્ટની આ એરરને કારણે બ્રિટનની જાણીતી સ્કાય ન્યૂઝ પણ ઓફ એર થઈ ગઈ હતી. તો બીજી બાજુ લંડન સ્ટોક એક્સ્ચેન્જમાં પણ આ એરરને કારણે ટેકનિકલ ખામી સર્જાતા અસર થઈ છે. જ્યારે ઓસ્ટ્રેલિયા અને અમુક અન્ય દેશોમાં સુપર માર્કેટ અને મોલમાં પણ સેવાઓ પ્રભાવિત થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. ભારત સહિત વિશ્વભરમાં એરલાઈન્સ, બેકિંગ અને સ્ટોક માર્કેટની સેવાઓ ખોરવાઈ ગયાની અહેવાલોમાં મળે છે.

વિમાનયાત્રીઓ એરપોર્ટ વહેલાં પહોંચે, ગાઈડલાઈન જાહેર
માઈક્રોસોફ્ટ ટેક્નિકલ ખામીના કારણે ભારતમાં, ઈન્ડિગો, આકાશ અને સ્પાઈસજેટે પણ સેવામાં વિક્ષેપ અંગે એડવાઈઝરી જારી કરી છે. સ્પાઈસજેટે એક્સ પર કહ્યું કે, અમે અમારા સર્વિસ પ્રોવાઈડર દ્વારા ટેક્નિકલ પડકારોનો સામનો કરી રહ્યા છે. જેનાથી બુકિંગ, ચેક-ઈન અને બુકિંગ કામગીરી સહિતની ઓનલાઈન સેવાઓ ખોરવાઈ છે. પરિણામે અમે તમામ એરપોર્ટ પર ચેક-ઈન અને બોર્ડિંગ પ્રક્રિયાની મેન્યુઅલી સેવા કાર્યરત કરી છે.મુસાફરી યોજનાઓ ધરાવતા મુસાફરોને અમારા કાઉન્ટર પર ચેક-ઈન પૂર્ણ કરવા માટે સામાન્ય કરતાં વહેલા એરપોર્ટ પર પહોંચવાની વિનંતી કરીએ છીએ. આના કારણે થતી કોઈપણ અસુવિધા માટે અમે દિલથી દિલગીર છીએ અને તમને ખાતરી આપીએ છીએ કે અમારી ટીમો અમારા સેવા પ્રદાતા સાથે ખંતપૂર્વક કામ કરી રહી છે જેથી આ સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ આવે. આ સમય દરમિયાન તમારી ધીરજ અને સહકાર બદલ આભાર

Advertisement
Tags :
Advertisement
Advertisement