For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેન્યામાં એર એમ્બ્યુલન્સ શાળા પર તૂટી પડી: 6નાં મોત

11:04 AM Aug 08, 2025 IST | Bhumika
કેન્યામાં એર એમ્બ્યુલન્સ શાળા પર તૂટી પડી  6નાં મોત

અમદાવાદની જેમ રહેણાંક વિસ્તાર પર વિમાન પડતાં જ આગ લાગી

Advertisement

કેન્યાની રાજધાની નૈરોબીમાં એક ભયંકર વિમાન દુર્ઘટના બની છે, જેમાં 6 લોકોના મોત થયાના અહેવાલ છે. મૃતકોમાં 2 ડોક્ટર, 2 નર્સ અને 2 સામાન્ય લોકોનો સમાવેશ થાય છે.

કેન્યા સિવિલ એવિએશન ઓથોરિટીએ અકસ્માતની પુષ્ટિ કરતા કહ્યું કે, એર એમ્બ્યુલન્સ રહેણાંક વિસ્તારમાં આવેલી એક શાળાની ઉપર પડી ગઈ. આ અકસ્માતમાં કેટલાક ઘરો નષ્ટ થયા છે અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. શાળાની બિલ્ડિંગ પણ ધરાશાયી થઈ ગઈ. એર એમ્બ્યુલન્સ પડતાની સાથે જ તેમાં આગ લાગી ગઈ હતી.

Advertisement

એર એમ્બ્યુલન્સ વિલ્સન એરપોર્ટથી સોમાલિયાના હરગેસિયા શહેર જવા માટે ઉડાન ભરી હતી. ટેકઓફ થયાના 3 મિનિટ પછી એર એમ્બ્યુલન્સ રડારથી ગાયબ થઈ ગઈ અને અઝઈ સાથેનો સંપર્ક પણ તૂટી ગયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement