For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સલમાન બાદ પંજાબી ગાયક MP ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગ, લૉરેન્સ બિશ્નોઈ-રોહિત ગોદારની ગેંગે લીધી જવાબદારી

06:21 PM Sep 02, 2024 IST | Bhumika
સલમાન બાદ પંજાબી ગાયક mp ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગ  લૉરેન્સ બિશ્નોઈ રોહિત ગોદારની ગેંગે લીધી જવાબદારી
Advertisement

પંજાબી ગાયક અમૃતપાલ સિંહ ઉર્ફે એપી ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ઘટના ગઈ કાલે (01 ઓગસ્ટ) કેનેડાના વાનકુવરમાં બની હતી. હાલ પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. આ ઘટના સાથે જોડાયેલ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.સુરક્ષા એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે. જોકે, ફાયરિંગની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોદારા ગેંગે લીધી છે.

કેનેડામાં બનેલી આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રખ્યાત ગાયક એપી ધિલ્લોનના બંગલામાં ફાયરિંગ થયું છે. આ સિવાય કેનેડામાં અન્ય સ્થળે પણ ફાયરિંગ કરવામાં આવ્યું છે. વાયરલ પોસ્ટમાં લખ્યું છે કે 1 સપ્ટેમ્બરની રાત્રે અમે કેનેડામાં બે જગ્યાએ ફાયરિંગ કર્યું હતું. તેમાં વિક્ટોરિયા આઇલેન્ડ અને વુડબ્રિજ, ટોરોન્ટો, કેનેડાનો સમાવેશ થાય છે. અમે (લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોદારા) આની જવાબદારી લઈએ છીએ. વિક્ટોરિયા આઇલેન્ડનું ઘર એપી ધિલ્લોનનું છે. આ પોસ્ટમાં સલમાન ખાન અને ધિલ્લોનના સંબંધો વિશે લખવામાં આવી છે.

Advertisement

પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે તમે જે અંડરવર્લ્ડ લાઈફની નકલ કરો છો તે વાસ્તવમાં આપણે જીવી રહ્યા છીએ. તમારી મર્યાદામાં રહો, નહીં તો તમને મારી નાખવામાં આવશે. સુરક્ષા એજન્સીઓએ આ પોસ્ટ અને ફાયરિંગના તથ્યોની તપાસ શરૂ કરી દીધી છે. આ પહેલા પણ ગોલ્ડી-લોરેન્સ ગેંગે થોડા મહિના પહેલા વિદેશમાં ગિપ્પી ગ્રેવાલના ઘરે ગોળીબાર કર્યો હતો. કેનેડિયન પોલીસે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આ વર્ષે 14 એપ્રિલે સવારે ફિલ્મ અભિનેતા સલમાન ખાનના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ થયું હતું. આ સનસનીખેજ ઘટનાને મોટર સાયકલ સવાર બે લોકોએ અંજામ આપ્યો હતો. પોલીસે ઘટનાના બે દિવસ પછી એટલે કે 16 એપ્રિલે ગુજરાતમાંથી વિકી ગુપ્તા અને સાગર પાલની ધરપકડ કરી હતી. આની જવાબદારી બિશ્નોઈ ગેંગે લીધી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement