રશિયાની ધમકીથી અમેરિકા ડર્યું યુક્રેનનું દૂતાવાસ તત્કાળ બંધ કર્યું
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ કિવમાં પોતાનું દૂતાવાસ અસ્થાયી ધોરણે બંધ કરી દીધું છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેને માહિતી મળી છે કે 20 નવેમ્બરે રશિયા યુક્રેનના શહેરો પર ભારે હવાઈ હુમલા કરી શકે છે. દૂતાવાસે તેના કર્મચારીઓને સલામત સ્થળે રહેવાની સલાહ આપી છે. યુક્રેનમાં અમેરિકન નાગરિકોને પણ સંભવિત હવાઈ હુમલા માટે તૈયાર રહેવા અને જરૂૂરી સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવી હતી.
દૂતાવાસે એમ પણ કહ્યું હતું કે યુએસ કર્મચારીઓને હાલમાં યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે અને અન્યત્ર કેટલાક મુખ્ય રાજદ્વારી કાર્યોને સંભાળવાની યોજના બનાવવામાં આવી રહી છે. અધિકારીઓએ પુષ્ટિ કરી કે યુક્રેનની સ્થિતિ અને રશિયાની સૈન્ય પ્રવૃત્તિઓના આધારે યુએસ એમ્બેસીની સ્થિતિ સમયાંતરે બદલાઈ શકે છે.
તમને જણાવી દઈએ કે યુક્રેને હાલમાં જ રશિયા પર અઝઅઈખજ મિસાઈલથી હુમલો કર્યો હતો. આ પછી, રશિયાએ કહ્યું કે યુક્રેને તેના પર છ અઝઅઈખજ મિસાઇલોથી હુમલો કર્યો હતો, જેમાંથી પાંચને રશિયન હવાઈ સંરક્ષણ પ્રણાલીએ તોડી પાડી હતી. તે જ સમયે, એક મિસાઇલ રશિયાના ઔદ્યોગિક વિસ્તારમાં પડી. યુક્રેનના આ પગલા બાદ રશિયા ખૂબ નારાજ છે અને તેણે પરમાણુ હુમલાની ધમકી આપી છે. રશિયાએ કહ્યું કે આ હુમલાનો ખૂબ જ યોગ્ય જવાબ આપવામાં આવશે. રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે તો ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂૂ કરવાની ધમકી આપી છે.
આ પહેલા અમેરિકી સરકારે યુક્રેનમાં વધી રહેલી હિંસા અને હવાઈ હુમલાની વધતી જતી શક્યતાઓ અંગે તેના નાગરિકોને ઘણી વખત ચેતવણી આપી હતી. આ ઉપરાંત અમેરિકાએ અન્ય દેશોને પણ અપીલ કરી હતી કે તેઓ યુક્રેનમાંથી તેમના નાગરિકોને ઝડપથી બહાર કાઢે.
રશિયા અને યુક્રેન વચ્ચેના આ યુદ્ધનો 2024માં પણ કોઈ ઉકેલ આવે તેમ લાગતું નથી. બંને દેશો વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. યુક્રેને રશિયાના આક્રમણનો બહાદુરીપૂર્વક પ્રતિકાર કર્યો છે, પરંતુ રશિયાની હવાઈ અને મિસાઈલ હુમલાની રણનીતિને કારણે સ્થિતિ અત્યંત જટિલ બની ગઈ છે.