રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઇરાનની ઇઝરાયલ પર હુમલાની ધમકી બાદ અમેરિકાએ સેના ઉતારી

11:10 AM Aug 03, 2024 IST | admin
Advertisement

12 યુધ્ધ જહાજ, 4000 સૈનિકો, ફાઇટર વિમાનનો કાફલો મધ્ય પૂર્વમાં તૈનાત, નવાજૂનીના એંધાણ

Advertisement

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે મધ્ય પૂર્વમાં તણાવ સતત વધી રહ્યો છે. તેહરાનમાં હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ સ્થિતિ વધુ ગંભીર બનવાની ધારણા છે. ઈરાને હવે ખુલ્લેઆમ ઈઝરાયેલને ધમકી આપી છે. આ દરમિયાન અમેરિકાએ મધ્ય પૂર્વમાં પોતાની સૈન્ય હાજરી વધારવાનો નિર્ણય લીધો છે. એપીના અહેવાલ મુજબ, શુક્રવારે પેન્ટાગોને કહ્યું કે મધ્ય પૂર્વમાં ફાઇટર પ્લેનનો કાફલો તૈનાત કરવામાં આવે જેથી આ વિસ્તારમાં સપ્લાય જાળવી શકાય. 12 યુધ્ધ જહાજ અને 4000 સૈનિકો ગોઠવવામાં આવી રહ્યા છે.

હકીકતમાં ઈસ્માઈલ હાનિયાના મોત બાદ ઈરાન તરફથી ઈઝરાયેલ પર હુમલો થવાની પ્રબળ શક્યતા છે. આવી સ્થિતિમાં ઈઝરાયેલને સમર્થન આપવા માટે અમેરિકા પહેલેથી જ કમર કસી રહ્યું છે. યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટીને કહ્યું કે વધારાની બેલેસ્ટિક મિસાઈલ, ક્રુઝર અને ડિસ્ટ્રોયર યુરોપ અને મધ્ય એશિયાઈ દેશોમાં મોકલવામાં આવશે. તાજેતરમાં, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ જો બિડેને તેમને મદદ કરવાનું વચન આપ્યું હતું. આ વચનને પૂર્ણ કરવાની દિશામાં આ પગલું વિચારવામાં આવી રહ્યું છે.

ગુરુવારે જો બિડેને એક મહત્વપૂર્ણ બેઠકમાં ઈઝરાયેલની સુરક્ષા માટે તૈનાત મિસાઈલો અને ડ્રોન વિશે સંપૂર્ણ માહિતી લીધી હતી. એપ્રિલ મહિનામાં અમેરિકી સેનાએ ઈરાન દ્વારા ઇઝરાયલ પર છોડવામાં આવેલી ઘણી મિસાઈલોને અધવચ્ચે જ નષ્ટ કરી દીધી હતી. આ સાથે જ અમેરિકાએ હમાસ અને હિઝબુલ્લાના નેતાઓ પર હુમલા બાદ મધ્ય પૂર્વમાં વધતા તણાવ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. બુધવારે હમાસના નેતા ઈસ્માઈલ હાનિયાની તેહરાનના એક ગેસ્ટ હાઉસમાં હત્યા કરવામાં આવી હતી. આ પછી ઈરાનના સર્વોચ્ચ નેતા ખમેનીએ ઈઝરાયેલ પર હુમલો કરવાની ધમકી આપી છે.

ઓસ્ટીને યુએસએસ અબ્રાહમ લિંકન એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપને મધ્ય પૂર્વમાં તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. તેને ઓમાનની ખાડીમાં તૈનાત કરવામાં આવશે. ઈરાનથી હુમલો થાય તો અહીંથી સીધું નિયંત્રણ કરી શકાય છે. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જો બિડેને ઈરાનના પડકાર સામે ઈઝરાયેલને સંપૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું છે. આ સિવાય હુથી અને હિઝબુલ્લાહ સામે લડવામાં અમેરિકા પાછળ નહીં રહે.

ભારત પણ એલર્ટ, હેલ્પલાઇન નંબર જાહેર

ભારતીય દૂતાવાસે પણ શુક્રવારે ઇઝરાયેલમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને એલર્ટ રહેવા અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સૂચવેલા સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી હતી. ભારતીય દૂતાવાસે આ એડવાઈઝરી ઈઝરાયલી હુમલામાં એક પછી એક હમાસના બે નેતાઓ અને હિઝબુલ્લાહ કમાન્ડરના માર્યા ગયા બાદ પશ્ચિમ એશિયામાં નવેસરથી સર્જાયેલા તણાવને ધ્યાનમાં રાખીને જારી કરી હતી. અંગ્રેજી, હિન્દી, તેલુગુ અને કન્નડમાં જારી કરાયેલ અને એમ્બેસીના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરાયેલ એડવાઈઝરીમાં 24ડ્ઢ7 સપોર્ટ માટે ઈમેલ એડ્રેસ સાથે ટેલિફોન નંબર 972-547520711 અને 972-543278392 જેવી સંપર્ક વિગતો પણ શામેલ છે. રહેશે. એર ઈન્ડિયાએ તેની દિલ્હી-તેલ અવીવ ફ્લાઈટ 8 ઓગસ્ટ સુધી રદ કરી છે.

Tags :
After Iran's threat of attackAmericaAmerica withdrew its armyAmericanewsIsraelworldworldnews
Advertisement
Next Article
Advertisement